ભાજપ ગુજરાતમાં ૧૫૦થી વધુ બેઠકો મેળવશે : ગોયલ

929
guj9112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપના કેન્દ્રના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. આજે કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રેસકોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોનો સ્નેહ અને વિશ્વાસ છે. સાથે સાથે તેમણે કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે.
નોટબંધી અંગે ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે નોટબંધીનું પગલું ભર્યું હતું. મોદીનાં નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. વેપારીઓએ નોટબંધીનાં નિર્ણયને એકજૂટ થઈ વધાવ્યો હતો. નોટબંધીના કારણે આતંકવાદ પર લગામ આવી છે. નોટબંધીનાં કારણે પૈસા બેંકમાં આવવાથી તેના ખુલાસા મળશે.
કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જીએસટી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, દેશ ડિઝિટલ  ઇકોનોમી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ૨૮ વર્ષનાં વિલંબ બાદ આ કાયદાની અમલવારી થઈ છે. જેનાથી દેશની સંપત્તિ અને આવકને સુનિશ્વિત કર્યા છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ટેક્સની કમાણી વધશે ત્યારે ટેક્સ સ્લેબ ઘટાડીશું. પરમદિવસે પણ જીએસટી કાઉન્સિલની બેઠક મળશે. ૧.૩ લાખ લોકોને સોશિયલ સિક્યુરિટીનો લાભ, ૧૭.૩૩ લાખ ખાતાની એસેસમેન્ટ ચાલુ છે.
તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જણાવતા કહ્યું હતું કે, ભાજપ ગુજરાતમાં ૧૫૦+ બેઠકો મેળવીને સરકાર બનાવશે. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહલુ ગાંધીને અર્થ વ્યવસ્થાની ઓછી સમજ છે. રાહુલની સહાનુભૂતી ગરીબો કરતા અમીરો સાથે વધુ છે. કોંગ્રેસના કારણે બેંકોની હાલત ખરાબ થઇ છે.