ચીનના વન બેલ્ટ વન-રોડ પ્રોજેક્ટ સામે ટ્રમ્પે ૬૦ અબજ ડોલરના પ્લાનને લીલીઝંડી આપી

922

ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૬૦ અબજ ડોલરના એક પ્લાનને લીલી ઝંડી આપી દીધી છે.

આ પ્લાન હેઠળ મંજૂર થયેલા ભંડોળમાંથી એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિવિધ દેશોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ પ્લાનના ભાગરુપે ધ યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ નામની એજન્સીની રચના કરવામાં આવશે.

ટ્રમ્પની આ જાહેરાતને તેમની નીતિઓ કરતા ઉલટી બતાવવામાં આવી રહી છે.ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૫માં ચૂંટણી પ્રચાર દરમિયાન અન્ય દેશોને સહાયતા કરવાની અમેરિકાની નીતિની ટીકા કરી હતી.પ્રમુખ બન્યા બાદ તેમણે વિદેશી સહાયતમાં ૩ અબજ ડોલરનો કાપ મુકી દીધો હતો.

જોકે જે રીતે ચીન એશિયા, આફ્રિકામાં પોતાનુ આર્થિક, રાજકીય  અને ટેકનિકલ પ્રભુત્વ વધારી રહ્યુ છે તેના કારણે અમેરિકા પરેશાન છે. ચીનના વન બેલ્ડ વન રોડ પ્રોજેકટમાં ૧૦૦થી વધારે દેશોને આવરી લઈને તેમને એક લાખ કરોડ ડોલરની સહાય કરવાનો ટાર્ગેટ છે. અમેરિકાએ તેનો મુકાબલો કરવા નવી એજન્સીની જાહેરાત કરી છે.

Previous articleકાશ્મીરમાં છેલ્લા ૨૦ વર્ષમાં કેસરની ખેતી ૫૦ ટકા ઘટી
Next articleસિંઘમ બાદ રોહિત શેટ્ટી હાલ સિમ્બા ફિલ્મને લઇ વ્યસ્ત છે