હવે આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

1457

આલિયા ભટ્ટ અને રણબીર કપુર વચ્ચેના સંબંધોને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે બંને તરફથી સાર્વજનિક રીતે સંબંધોને લઇને કબુલાત કરવામાં આવી નથી. જો કે તેમની વચ્ચેની જે રીતની કેમિસ્ટ્રી છે અને બંને જે રીતે સાથી ફરી રહ્યા છે તે જોતા બંને પ્રેમમાં છે. ટુંક સમયમાં જ આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે. રણબીર કપુર અને આલિયાના પરિવારના સભ્યોને પણ તેમના સંબંધોને લઇને કોઇ વાંધો નથી. સોશિયલ મિડિયા પર તેમના ફોટો હવે વધુને વધુ વાયરલ થઇ રહ્યા છે. જે દર્શાવે છે કે સંબંધો વધુ મજબુત થઇ રહ્યા છે. આલિયા ટુંક સમયમાં જ કંલક ફિલ્મમાં નજરે પડનાર છે. આના માટે તે હાલમાં કારગીલમાં શુટિંગ કરી રહી હતી. ત્યાં શુટિંગ કરીને તે સીધી રીતે ન્યુયોર્ક પહોંચી ગઇ છે. જ્યાં રણબીર, રિશી કપુર અને નીતુ હાલમાં છે. હાલમાં રિશી કપુરની સારવાર ન્યુયોર્કમાં ચાલી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ દ્વારા ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં તે ન્યુયોર્કના નજરે પડી રહી છે.

Previous articleસિંઘમ બાદ રોહિત શેટ્ટી હાલ સિમ્બા ફિલ્મને લઇ વ્યસ્ત છે
Next articleસાજિદ ખાન મહિલાઓ સાથે અશ્લીલ મજાક કરે છે : દિયા મિર્જા