ઇન્ડિગોની એરહોસ્ટેસ સાથે છેડતી : એકની ધરપકડ થઇ

925

નશામાં રહેલા એક યાત્રી મુંબઈ-બેંગ્લોર ઇન્ડિગો ફ્લાઇટથી ઉતારીને ૨૦ વર્ષીય મહિલા ચાલક દળની મેમ્બર સાથે છેડતી કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. બેંગ્લોરના વેપારી રાજુ ગંગપ્પા પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મંગળવારના દિવસે વિમાનમાં પ્રવેશ કરતી વેળા આ વ્યક્તિ મહિલા ક્રૂ મેમ્બરને પાછળથી સ્પર્શ કરી લીધી હતી અને અશ્લિલ ટિપ્પણી કરી હતી. આ ઘટનાના પરિણામ સ્વરુપે ફ્લાઇટમાં વિલંબની સ્થિતિ સર્જાઈ હતી.

આશરે ૯.૩૦ વાગ્યાની આસપાસ આ ફ્લાઇટનો સમય હતો પરંતુ ફ્લાઇટ મોડેથી રવાના થઇ હતી. ગંગપ્પા જે પ્રકાશનના કારોબારમાં છે. તેઓ મુંબઈની સત્તાવાર યાત્રા પર હતા અને બેંગ્લોર પરત જઈ રહ્યા હતા. આ ઘટના એ વખતે બની હતી જ્યારે ફ્લાઇટ નંબર ૬ઈ-૮૨૫માં ક્રૂ મેમ્બરો યાત્રીઓનું સ્વાગત કરી રહ્યા હતા. ઘટના બાદ તરત જ મહિલાએ પાયલોટ અને ફ્લાઇટ સુપ્રિટેન્ડેન્ટને આ અંગે જાણ કરી હતી. પોતાની ફરિયાદમાં આ મહિલાએ કહ્યું હતું કે, યાત્રીએ પાછળથી તેને સ્પર્શ કરીને અશ્લિલ ટિપ્પણી કરી હતી. તેનું કહેવું છે કે, આ કારોબારીએ અયોગ્ય વર્તન કર્યું હતું. ઓન બોર્ડ અધિકારીઓએ ઇન્ડિગો ફ્લાઇટ ઇન્ચાર્જને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ સીઆઈએસએફને જાણ કરવામાં આવી હતી જેથી ગંગપ્પાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મહિલા અને આરોપીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં મંગળવારે રાત્રે ૧૧ વાગે કેસ દાખલ કરાયો હતો. એરલાઈન્સ ફ્લાઇટમાં વિલંબની સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે એરલાઈનને બેકઅપ ક્રુ મેમ્બરની વ્યવસ્થા કરવી પડી હતી.

Previous articleસબરીમાલાને લઇને ઘમસાણ જારી : બંધની માઠી અસર થઇ
Next articleયુપી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તિવારીનું નિધન