અર્જુન રેડી ફિલ્મમાં શાહિદ-કિયારાની જોડી નજરે પડશે

913

તેલુગુ બ્લોકબસ્ટર ‘અર્જુન રેડ્ડી’ પર આધારિત બૉલીવૂડમાં બનવા જઇ રહેલી હિંદી રિમેકમાં શાહિદ કપૂર લીડ રોલ ભજવતો જોવા મળશે એ ખબર જ્યારથી આવી છે ત્યારથી દર્શકો શાહિદને અર્જુન રેડ્ડી વાળા અવતારમાં જોવા અધિરા થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે રિમેકના નિર્માતા ભુષણ કુમારને મૂળ ફિલ્મના નિર્માતા સમર્થન આપી રહ્યા છે.

અગાઉ ખબર મળી હતી કે શાહિદ કપૂર સાથે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટૂ’ફિલ્મથી બૉલીવૂડમાં પદાર્પણ કરવા જઇ રહેલી તારા સુતારિયા રોમાન્સ કરતી જોવા મળશે, પણ અમુક કારણોસર તેણે પોતાના પગ આ પ્રોજેક્ટમાંથી પાછા ખેંચી લીધા છે. તેથી હવે કિયારા અડવાણી આ ફિલ્મની હીરોઇન બનશે એવી ખબર ફિલ્મી કાનાફૂસી અનુસાર જાણવા મળી હતી. ગરમાગરમ ખબર તો એ પણ છે કે આ ફિલ્મના શૂટિંગનો શુભારંભ ૨૧મી ઑક્ટોબરે થશે. તેમ જ શાહિદને આ ફિલ્મના પાત્રમાં ઢળવા માટે પ્રોફેશ્નલ ફૂલબૉલની તાલીમ પણ લેવી પડશે. ઉપરાંત વિવિધ શહેરોમાં તે પોતાના મિત્રો સાથે બાઇક પર ફરતો દેખાડવા માટે ધણા શહેરોમાં તેનું શૂટિંગ કરવામાં આવશે. શાહિદ અને કિયારાએ હાલમાં ‘ઉર્વશી’ ગીત માટે સાથે કામ કર્યું હતું

Previous articleશરૂ થઇ મુંબઇ-ગોવા સુધીની ક્રૂઝ સર્વિસ, પહેલા દિવસે જ શિપમાં કપલે કર્યા લગ્ન
Next articleદીપિકા પાદુકોણ-રણવીરના લગ્નની તારીખ જાહેર,૧૪મીએ લગ્ન અને ૧૫મીએ રિસેપ્શન