રાજુલા પંથકમાં પાક વિમો ચુકવતી વિમાકંપની મનમાનીનો ખેલ ઉંધો પડ્યો

799

રાજુલા તાલુકાના ખેડુતોનો ઉભો પાક નિષ્ફળ જવાથી તાલુકાના તમામ ખેડુતો જો ભરેલ પાક વિમો જેને દર વર્ષે વિમા કંપની છેતરતી આવી છે જેમ કે વિમાકંપનીને દર વર્ષ ખેડુતોને ઉલ્લુ બનાવવા પાક વિમો આપવા તેના સેટેલાઈથી તાલુકાના ગામો પ કે આઠ સુધી નક્કી થવા હોય તેમાં સારા દેખાય સેટેલાઈટથી તે ગામોમાં ક્રોપ કટીંગ સમયે વિમાકંપનીના અધિકારીઓ ગામને વિમો આપવો છે તેમ કહી સરપંચ ગામ સેવક ત.ક.મંત્રીને સાથે રાખી સારા ખેતરમાં નક્કી થયા મુજબ લઈ જાય છે જે બાબતે સરપંચોને વિમા કંપનીની મેલી મુરાદની ગંધ આવવા દેતા નથી અને ક્રોપ કટીંગના તેજ ખેતરના લઈને ગામનો અને તે ઉપરથી તાલુકાના ખેડુતોને આપવા જોગ વિમો પાસ કરી દેવામાં આવે છે. અને પરિણામ ટોટલ ૧૦ ટકા ખેડૂતોને આજ સુધી ઉલ્લુ બનાવી અપાતું આવ્યું છે પછી ગમે તેટલા ખેડુતો આંદોનલો કરે તે માન્ય રહેતું નથી કારણ સર્વે વખત ગામના સરપંચ જમીન વિભાગ ગ્રામસેવક અને તલાટીમંત્રી સાથે બે પાંચ ગામ આગેવાનોના પુરાવા હોવાથી વિમા કંપનીની જીત થાય છે અને સોએ ૯૦ ટકાનો નફો દર વર્ષે કરતી આવે છે. રાજુલા તાલુકાના વડલી, વાવેરા અને મોટા આગરીયામાં ક્રોપકટીંગના સ્થળ પર તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર, માર્કેટયાર્ડ ડિરેકટર રમેશભાઈ વસોયા, યાર્ડના કર્મચારીગણો સાથે ક્રોપ કટીંગના નિરીક્ષક સુપ્રિટેન્ડ પ્રજાપતિને મોટા આગરીયા સરપંચ હાથીભાઈ ખુમાણ, પ્રકાશભાઈ ખુમાણની હાજરીમાં ઉભો પાક મગફળીના છોડ ખેંચાવી તેમા નિકળતા પાક મોલાતનું નિરીક્ષણ કરી સાચી વાસ્તવિકતા બહાર લાવી વિમા કંપનીઓની મેલી મુરાદ પર પાણી ફરીવળ્યું હતું.

Previous articleબોરતળાવ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Next articleશાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો