કુંભારવાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૦ શકુની ઝડપાયા

1116

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શકુનીને બોરતળાવ પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજ શહેરના કુંભારવાડા પીપર પાસે ગત મોડીરાત્રે બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે બાતમી રાહે રેડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા અકબર સલીમભાઈ, જયેશ ચંદુભાઈ, ઈદરીશ સુલતાનભાઈ, મજીદ રહેમાનભાઈ, કેતન નાનજીભાઈ, યોગેશ ઘનશ્યામભાઈ, મજહર હુસૈનભાઈ, વિપુલ જગદીશભાઈ, રજાક અહેમદભાઈ અને મુકેશ વનાભાઈને રોકડ રૂા. ૭પ,પ૯૦ તથા આઠ મોબાઈલ કિ.રૂા. ર૪ હજાર તેમજ એક બાઈક કળી કુલ રૂા. ૧,ર૯,પ૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

Previous articleજવાહર મેદાન ખાતે વિશાળ ખેડુત સંમેલન યોજાયું
Next articleમુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ર૭મીએ રો-પેકસ ફેરી સર્વિસનું લોકાપર્ણ થશે