પલ્લી મેળામાં એસટીને ૯૦ હજારની આવક થઈ

838

આસોસુદ નોમના દિવસે જિલ્લાના રૃપાલ ખાતે યોજાતાં પલ્લીના મેળામાં લાખો ભક્તો ઉમટી પડતાં હોય છે ત્યારે ભક્તોના અવર જવર માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. આમ ગાંધીનગર ડેપોએ વધારાની બસો દોડાવીને ૯૦ હજાર જેટલી આવક પ્રાપ્ત કરી છે.

નવરાત્રીના નોમના દિવસે શહેર નજીક આવેલાં રૃપાલ ખાતે વરદાયીની માતાજીના મંદિર ખાતે પરંપરાગત પલ્લીનો મેળો યોજાય છે. જેમાં લાખો માઇભક્તો તો ઉમટી પડયા હતા આ માઇ ભક્તોને વાહન વ્યવહારની સુવિધા મળી શકે તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી.

ગાંધીનગર એસટી દ્વારા રૃપાલની પલ્લીના મેળાને ધ્યાને રાખીને ૮૦ જેટલી ટ્રીપો દોડાવવામાં આવી હતી. ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર સુધી ગાંધીનગરથી રૃપાલની બસોએ અવર જવર કરી હતી અને તેનો અસંખ્ય ભક્તોએ લાભ લીધો હતો. તો એસટી ડેપો ૨૦ જેટલી બસોને આ રૃટ ઉપર સતત દોડાવવામાં આવી હતી.

જેના પગલે એસટીને પલ્લીના મેળામાંથી ૯૦ હજારથી વધુની આવક ઉભી થઇ હતી. ઉપરાંત કલોલ અને માણસા ડેપો દ્વારા પણ વધારાની બસો મેળાને ધ્યાને રાખીને દોડાવાઇ હતી.

Previous articleભારત-વિન્ડીઝ વચ્ચે બીજી વનડે મેચ માટે તખ્તો તૈયાર
Next articleઅરવલ્લી : રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઘર્ષણ, પોલીસ પર પથ્થરમારો