પહેલી નવેમ્બરથી રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે

833

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. ૧૫ નવેમ્બરથી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૧૨૨ ખરીદ કેન્દ્રો પર મગફળી ખરીદવામાં આવશે. ભારત સરકારે વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટે મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૪૮૯૦ રૂપિયા નક્કી કર્યો છે. જેમાં રાજ્ય સરકાર ૧૧૦ રૂપિયા બોનસ આપીને ૫૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરશે. મગફળીના એક મણના ભાવમાં  ૨૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા ૯૭૮ રૂપિયા ભાવ હતો, હવે એક મણના ૧૦૦૧ રૂપિયા આપવામાં આવશે.

ટેકાના ભાવે મગફળી વેંચવા ઈચ્છતા ખેડૂતો ૧૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ સાથે મીડિયા સાથે વાત કરતા કૃષિપ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં અંદાજિત ૧૪.૬૮ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કુલ ૨૬.૯૫ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણા છે.

ગયા વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડો થયા હતા. તેને લઈને રાજ્યભરમાં વિરોધ પણ થયો હતો. મગફળીમાં ઢેંફા ભેળાવવા, ગોડાઉનમાં આગ, અથવા તો બારદાનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેી તપાસ હજુ પણ ચાલી રહી છે. ત્યારે આ વખતે સરકાર સખત થઈ ગઈ છે. સરકારે મગફળી ખરીદી કેન્દ્રો પર સીસીટીવી લગાવવા અને ખરીદીનું વીડિયો રેર્કોડિંગ કરશે. આ સાથે ખરીદ કેન્દ્ર પર સર્વેલન્સ માટે વર્ગ-૧ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ સ્ક્વોડની રચના કરવામાં આવશે.

દરેક ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોની એક દિવસમાં વધુમાં વધુ ૧૭૫૦ કિલો મગફળી ખરીદવામાં આવશે. ખેડૂતો પાસેથી વધુમાં ૨ હેક્ટરની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વખતે પણ મગફળી ખરીદવાની જવાબદારી નાફેડને આપવામાં આવી છે.

Previous articleમહિલાઓ પર થતી જાતિય સતામણી રોકવા માટે રાજ્ય સરકારે કરી આંતરીક ફરિયાદ સમિતિની રચના
Next articleSC-ST પર અત્યાચારને સાંખી નહી લેવાય : રૂપાણી