ગુજરાતમાં મહિલાઓની વ્યથા સાંભળીએ તો આંખમાં આંસુ આવી જાયઃ સામ પિત્રોડા

1298
guj12112017-8.jpg

સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને ટેલીકોમ ગુરૂ શામ પિત્રોડા રાજકોટની મુલાકાતે છે, અહીં તેઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ ગુજરાત મોડેલની વાત પોકળ હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જો મહિલાઓની વ્યથા સાંભળીયે તો આંખમાંથી આસું આવી જાય.
રાજકોટ આવેલા ડૉ. સામ પિત્રોડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં મહિલાઓની વ્યથા સાંભળીયે તો આંખમાંથી આસુ આવી જાય, ગુજરાતની સ્ટ્રેટેજી ટોપ ટુ ડાઉન છે, ગુજરાતમાં શિક્ષણ વેપાર બની ગયું છે, તો અહીં ખાનગી હોસ્પિટલો બની રહે છે, પરંતુ સરકારી હોસ્પિટલો અને તેની અંદર સગવડતાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. બાળપણથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને સ્વ. રાજીવ ગાંધી સાથે અંગત મિત્રતા હોવાના નાતે કોંગ્રેસમાં સક્રિય થયા હતા. સ્વ. રાજીવ ગાંધીની સરકાર દરમિયાન સામ પિત્રોડાને ટેલીકોમ આયોગના અધ્યક્ષ તરીકે નિમણુંક આપવામાં આવી હતી. શામ પિત્રોડાને સૌરાષ્ટ્ર સાથે અદ્દભૂત લગાવ છે. તેમના પરિવારજનોનું મુળ વતન સુરેન્દ્રનગરના ટિક્કર ગામ છે. ધાર્મિક પ્રસંગની વિધિ માટે પણ તેઓ અવાર – નવાર ઝાલાવડની મુલાકાતે આવે છે. શામ પિત્રોડા વડોદરાની યુનિવર્સિટીમાં અને શારદા મંદિર બોર્ડીંગ સ્કુલમાં અભ્યાસ કરી ચૂકયા છે. ભૌતિક શાસ્ત્ર અને એમ.એસ.સી.ની પરીક્ષા સમયે ગોધરાના વતની અને ભાવી પત્ની અનુછાયા સાથે મુલાકાત થઈ હતી ત્યાર પછી પરિવાર સાથે મંત્રણા કર્યા બાદ શામ પિત્રોડા અને અનુછાયા લગ્ન તાંતણે બંધાયા હતા. સત્યનારાયણ ગંગારામ પિત્રોડા નામ લાંબુ હોવાથી શામ પિત્રોડા ટૂંકા નામથી તેમણે આગવી ઓળખ ઉભી કરી છે.