મન્નાપુરમ ફાઇનાન્સ લિમિટેડનો એનસીડી ટ્રેન્ચ ૧ ઇશ્યૂ ૨૪ ઓક્ટોબર ખુલ્યો

805

ભારતમાં ગોલ્ડ ફાઇનાન્સ વ્યવસાયમાં મોટી એનબીએફસી કંપનીઓમાં મન્નાપુરમ ફાઇનાન્સ લિમિટેડ  સામેલ છે.  ) કંપની ઘરગથ્થું અને/અથવા ઉપયોગ થતી ગોલ્ડ જ્વેલરીનાં ગીરોખત સામે લોન પ્રદાન કરે છે તથા મુખ્યત્વે રિટેલ ગ્રાહકોને શોર્ટ-ટર્મ પર્સનલ લોન અને બિઝનેસ ગોલ્ડ લોન  આપે છે.

કંપનીએ ૨૪ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીની કુલ રકમનો સીક્યોર્ડ, રીડિમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ટ્રેન્ચ ૧ ઇશ્યૂ પ્રસ્તુત કરવાની દરખાસ્ત મૂકી છે, જેમાં દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૂ. ૧,૦૦૦ છે. ટ્રેન્ચ ૧ ઇશ્યૂની બેઝ ઇશ્યૂની સાઇઝ રૂ. ૨,૦૦૦ મિલિયન છે, જેમાં શેલ્ફ લિમિટ સુધી રૂ. ૮,૦૦૦ મિલિયન સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે

ટ્રેન્ચ ૧ ઇશ્યૂ ૨૨ નવેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે, જેમાં વહેલાસર બંધ કરવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે, જેનો નિર્ણય કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અથવા કંપનીની ડિબેન્ચર કમિટી લેશે.

કેર રેટિંગ્સ અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયાનું રેટિંગ્સઃ આઉટલૂકઃ સ્ટેબલ ટ્રેન્ચ ૧નાં સંબંધમાં ઇશ્યૂ થયેલા એનસીડીએસને રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીની રકમ માટે કેર રેટિંગ્સ લિમિટેડ (“કેર”)એ ૨૦ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ સંદર્ભ એનાં પત્ર દ્વારા રેટિંગ આપ્યું છે, જેને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૮ અને ૮ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ એનાં પત્ર દ્વારા પુનઃસમર્થન આપ્યું હતું. બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીની રકમ માટે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ એનાં પત્ર દ્વારા રેટિંગ આપ્યું છે તથા ૧૧ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ સંદર્ભ પત્ર દ્વારા રેટિંગને પુનઃસમર્થન આપ્યું હતું.