ટેક્ષ દ્વારા મળેલ નાણાથી જ દેશમાં વિકાસ કાર્યો થઈ શકશે – IT કમિશ્નર ભાલોડીયા

1322

ભારત સરકારના ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજીત અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ઈન્કમટેક્ષને લગતા પ્રશ્નો બાબતે વેપાર-ઉદ્યોગના અને વ્યવસાયીક પ્રતિનિધિઓ સાથે ઈન્ટરેક્ટીવ સેશનનું આયોજન રાજયના પ્રીન્સીપલ ઈન્કમટેક્ષ કમીશ્નર નરેશકુમાર બાલોડીયાના અધ્યક્ષસ્થાને આજ રોજ ભાવનગર ખાતે કરવામાં આવેલ.

કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ શાબ્દીક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે આ ઈન્ટરેકટીવ સેશનના માધ્યમથી કરદાતાઓ તેમના પ્રશ્નો આયકર વિભાગના ધ્યાને લાવી તેનું નિરાકરણ કરાવીશ કશે.

આ પ્રસંગે રાજયના પ્રીન્સીપલ ઈન્કમટેક્ષ કમિશ્નર નરેશકુમાર બલોાડીયાએ જણાવેલ કે જેઓને જે ટેક્ષ ભરવાનો થતો હોય તેટલો ટેક્ષ ભરવા માટે અમે આગ્રહી છીએ તેના કરતા એક પૈસો વધારે કે એક પૈસો ઓછો નથી જોઈતો, ઈન્કમટેક્ષનું રાઈટ પેમેન્ટ થવું જોઈએ. ઘણા લોકો  ઈરાદાપુર્વક અને ઘણા લોકો ગેરસમજના કારણે રીર્ટન ફાઈલ કરતા નથી. ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ પાસે જવાથી કોઈ તકલીફ થતી નથી, જ જવાથી ઘણી તકલીફ થાય છે. ટેક્ષ ભરવો એ દેશ અને સમાજ પ્રત્યે એક કર્તવ્ય છે, ટેક્ષ દ્વારા મળેલ નાણાંથી જ દેશમાં વિકાસ કાર્ય્‌ થઈ શકશે. તેઓએ ભાવનગર ઓફીસને વધાર સુવિધાયુકત બનાવવા માટેના પ્રયત્નો ચાલુ હોવાનું જણાવેલ.  ભાવનગર કચેરીની કામગીરીન થયેલી પ્રશંસા અંગે આનંદની લાગણી વ્યકત કરેલ.

આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય ટેક્ષ પેરકટીશ્નર આર.પી. શાહે જણાવેલ કે ટીડીએસ સેકશન અમદાવાદ છે, ઓનલાઈન સર્વિસ છે પણ કેટલાક પ્રમાણપત્રો લેવા માટે અમદાવાદ જવું પડે છે.તેથી મહિનામાં અમુક દિવસ અમદાવાદથી અધિકારીઓએ ભાવનગર આવી કામગીરી કરવી જોઈએ જેથી કરદાતાઓને સરળતા રહે.

સિહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વતી ઉદ્યોગપતિ જયેશભાઈ ધોળકીયાએ ઈન્કમટેક્ષને લગતા પ્રશ્નોના સોલ્યુશન માટે યોજવામાં આવેલ આ ઈન્ટરેકટીવ સેશનને આવકારી અધિકારીઓને અભિનંદન આપેલ.

આ કાર્યક્રમમાં પાર્ટીસીપન્ટસ તરફથી પુછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવેલ. આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય ઉદ્યોગપતીઓ, વિવિધ એસોસીએશનોના હોદ્દેદારો, સિહોર તથા મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, ટેક્ષ પ્રેકટીશનર્સ, ચેમ્બરની મેનેજીંગ કમિટિના ચેમ્બર સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરની ટેક્ષસન કમટીના ચેરમેન ભરતભાઈ શેઠે અને આભારવિધી માનદ મંત્રી કિરીટભાઈ સોનીએ કરેલ.

Previous articleનવદુર્ગા તથા બહુચરાજીનો સ્વાગ
Next articleસિંધુ સેના દ્વારા શરદપુનમ નિમિત્તે ગરબા