૧૦ વર્ષમાં ૬૦૦થી વધારે કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ થયું

605

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગ વડે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે ૭૦ એકર વિસ્તારમાં ૧૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતના ‘ફૂડ એગ્રો ઇન્ફાશસ્ટ્રીકચર મેગા ફૂડ પાર્ક’ને લોકાર્પણ કરી, જગતનો તાત રૂએ દિન રાત નહી, પણ ખરા અર્થમાં જગતનો તાત બની રહે એ દિશામાં સરકાર સંકલ્પચબદ્વ સાથે આગળ વધી રહી હોવાનું જણાવ્યુાં હતું. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ફુડ ઇન્ડસસ્ટ્રીરઝ મંત્રી હરસિમરત કૌર બાદલ, કેન્દ્રીય ફૂડ ઇન્ડમસ્ટ્રીઝ વિભાગના રાજયમંત્રી સાધ્વી નિરંજન જયોતિ, આદિજાતિ વિકાસમંત્રી ગણપત વસાવા સાથે ફૂડ પ્રોસેસિંગ એકમની મુલાકાત લીધી હતી. જગતના તાતની આવક બમણી કરવાના સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિઝન સાથે ખેડૂત સાધન-સંપન્ન બને એ દિશામાં અનેક ક્રાંતિકારી પગલાંઓ લીધા છે. ખેડૂતના પાકની જાળવણી સાથે, મુલ્યાવૃદ્વિ, માર્કેટિંગની વ્યવસ્થા કરીને, એગ્રો પોલિસી બનાવી છે. ખેડૂતો વધુ સમૃદ્વ બને એ દિશામાં રાજય સરકાર પ્રકલ્પને સાકાર કરીને, ગુજરાતની વિકાસની ગતિમાં ખેડૂતોની ભૂમિકાની મહત્તા સમજાવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે અનેક કદમ ઉઠાવ્યા છે.

દશ વર્ષમાં ૬૦૦ થી વધુ કોલ્ડગ સ્ટોનરેજ ગુજરાતમાં છે. ફુડ ઇન્ડહસ્ટ્રીઝ ક્ષેત્રે ત્રણ હજાર કરોડનું રોકાણ થયું છે, આવનારા વાયબ્રન્ટ સમિટ-૨૦૧૯માં પાંચ હજાર કરોડનું રોકાણ થશે, એમ મુખ્યમંત્રીએ સંકલ્પબદ્વતા સાથે જણાવ્યું  હતું. ગુજરાતના ખેડૂતોને સાધન સંપન્ન બનાવવાનો નિર્ધાર વ્યકત કરતા મુખ્યીમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને શુન્ય ટકાના દરે લોન, સિંચાઇ માટે માળખાકીય સવલતો, જયોતિગ્રામ યોજના હેઠળ ખેડૂતોને સમયસર વીજળી સાથે ગામ, શહેર, ગુજરાત સુખી સંપન્ન બને એ દિશામાં ગુજરાત દિશાસૂચક બન્યું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેરી, દાડમ, ખારેક વગેરેમાં સુવ્યવસ્થિ આયોજન સાથે, પ્રોસેસિંગ કરીને ખેડૂતોને મૂલ્યનવર્ધિત ઉપજ મળે એ માટે વેલ્યુએડીશનના મહત્વના કદમ ઉઠાવ્યાં છે. કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે, તેમ મુખ્યમંત્રીએ દ્રઢતા સાથે જણાવ્યું  હતું. કેન્દ્રિય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી હરસિમરત કૌર બાદલે પુ. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ધરતી સાથે પંજાબ સાથે જુનો નાતો રહયો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું કે, વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને ૧૨૦ કરોડ ફૂડ એગ્રો પ્રોસેસિંગ પાર્ક આપ્યો છે. ફુડ મંત્રાલયે પ૦ કરોડ આપ્યા છે. જેના કારણે ખેડૂતોને તેની ઉપજની મુલ્ય વૃદ્વીના કારણે આવકમાં ઉમેરો થશે, કારણે કે રો-મટીરીયલ્સ ખેડૂતોની ઉપજ છે. ફૂડપાર્ક થકી યુવાનો માટે રોજગારીનું પણ નિર્માણ થશે. ગુજરાતમાં બે એગ્રો પ્રોસેસિંગ ઇન્ડાસ્ટ્રીઝ ફૂડ પાર્ક નિર્માણ પૈકી બીજો મહેસાણામાં બનશે. આ ઉપરાંત ગુજરાતમાં ૧૮ કોલ્ડ  સ્ટોજ, ૧૩ ફુડ ટેસ્ટીંગ  લેબ, એક મીની ફૂડ પાર્ક, સાત બેકવર્ડ-ફોરવર્ડ લીંકેજનું આયોજન છે.

Previous articleજેગુઆર એફ-પેસ ઈન્જિનિયમ પેટ્રોલ ભારતમાં રૂ. ૬૩.૧૭ લાખમાં લોન્ચ
Next articleભ્રષ્ટાચારમાં ઝડપાયેલા મોરબીના ધારાસભ્ય ૧ દિવસના રિમાન્ડ પર