સિહોરની જે.જે.મહેતા ગર્લ સ્કૂલની બહેનો માટે એક દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

629

સિહોરની જે.જે.મહેતા સ્કૂલમાં દર વર્ષ માફક આ વર્ષે માત્ર બહેનો માટે સુંદર ગરબાનું આયોજન એલ.ડી.મુનિ હાઈસ્કૂલના પટાંગણમાં કરવામાં આવ્યું હતું હેકડેઠેક મેદની વચ્ચે આ આયોજનમાં રીતસરનું મેદાન ટૂંકું પડતું હોય તેમ લાગી રહ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ નવીનચન્દ્ર મહેતા ( બાબાકાકા) દ્વારા દીપપ્રાગટ્ય કરી માતાજીની આરતીથી કરવામાં આવી હતી સાથે સંસ્થાના પ્રતાપભાઈ શાહ માનદમંત્રી ભરતભાઈ મલુકા, મહાનુભાવોમાં અશ્વિનભાઈ ગોરડીયા, નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી, વિનુભાઈ સોની એલ ડી મુનિના પ્રિન્સિપાલ બોદર, ગર્લ સ્કૂલના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન ભટ્ટ, પ બ ગણપુલેના પન્નાબેન, ઇલાબેન, પીએસઆઇ પરમાર મેડમ  થિયોસોફીકલ લોજના સુરેશભાઈ ભટ્ટ, શંખનાદના મિલનભાઈ વિગેરે સ્ટાફ પોતાના પરિવાર સાથે આવેલ અને મીડિયા પરસન કૌશિકભાઈ વ્યાસ સહિત આમંત્રિત મહેમાનો તથા સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહેલ ગરબામાં બેસ્ટ ગરબા લેનાર તથા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી આવનાર વિજ્ઞાર્થીનીઓને સિહોરની જાણીતી સંસ્થા વાયવાયપી તથા સ્કૂલ ટ્રસ્ટ દ્વારા ઇનામોથી નવાજવામાં આવેલ એકજ ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યા આ નવરાત્રીનો રાસગરબાનો સૌથી મોટી સંખ્યા વાળો કાર્યક્રમ હતો.