ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટ યોજાઇ

828

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે સાંજના ૫.૦૦ કલાકે માર્ચ પાસ્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ પાસ્ટનો આરંભ સ્વર્ણિમ પાર્ક નજીક આવેલી બેંક ઓફ બરોડા ખાતેથી થયો હતો. આ માર્ચ પાસ્ટ ત્યાંથી ગાંધી મંદિર જઇ સમાપ્ત થઇ હતી.

માર્ચ પાસ્ટની આગેવાની ગાંધીનગરના ડી.વાય.એસ. પી. એમ.જે.સોંલકીએ લીધી હતી. સમગ્ર માર્ચ પાસ્ટને ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર કલેકટર એસ.કે.લાંગા, વિકાસ અધિકારી હિતેષ કોયા, પોલીસ વડા મયૂર ચાવડા, નિવાસી અધિક કલેકટર એચ. એમ.જાડેજા, પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ, નાયબ કલેકટર યાદવએ સલામી આપી હતી. આ માર્ચ પાસ્ટને જોવા માટે સમગ્ર માર્ગ પર નગરજનો ઠેર ઠેર ઉભા રહી ગયા હતા.