જીએસટી વસુલાતનો આંકડો ઓક્ટોબર મહિનામાં એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસુલાત એક મહિના માટે એકત્રિત કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. જીએસટી વસુલાત અગાઉ પાંચ મહિનાઓ સુધી ટાર્ગેટને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડા સુધી પહોંચી ચુકી છે. ઓક્ટોબર ૨૦૧૮ માટે વસુલાતનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
જીએસટીની સફળતા નીચા રેટ, ઓછી કરચોરી, સારી સુવિધા અને એકમાત્ર ટેક્સ જેવી બાબત રહેલી છે. કરવેરા અધિકારીઓ દ્વારા દરમિયાનગીરી પણ નહીવત જેવી થઇ છે. નાણામંત્રીએ આજે ટિ્વટ કરીને કહ્યું હતું કે, જીએસટી વસુલાતનો આંકડો આશાસ્પદરીતે વધી રહ્યો છે. આ આંકડો હજુ પણ વધે તેવા સંકેત છે. આ નાણાંકીય વર્ષ માટે નાણામંત્રાલય દ્વારા એક ટ્રિલિયન રૂપિયા અથવા તો એક લાખ કરોડ રૂપિયાનો આંકડો નક્કી કર્યો હતો.



















