રૂપિયાની નબળાઈને કારણે ભારતમાં કંપની દબાણ અનુભવી રહી છેઃ એપલના સીઈઓ

692

એપલે ગુરૂવારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યાં. વાર્ષિક આધારે નફો ૩૨% અને આઈફોનથી કમાણી ૨૯% વધી છે. એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે રૂપિયાની નબળાઈને કારણએ ભારતમાં કંપની દબાણ અનુભવી રહી છે. અહીંની કરન્સીમાં ઘટાડો એપલના ભારતીય બિઝનેસ માટે પડકારરૂપ છે. જો કે કુકે લોન્ગ ટર્મમાં સારા ગ્રોથની આશા દર્શાવી છે. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં ભારત મોટી વસ્તી મિડલ કલાસ હશે. ભારત સરકાર આર્થિક સુધારા માટે મોટાં પગલાંઓ ઉઠાવી રહી છે.

એપલના આઈફોનનું વેચાણ જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ થઈ ન હતું તેમ છતાં નફો વાર્ષિક આધારે ૩૨% વધીને ૧૪.૧૩ અબજ ડોલર રહ્યો. આઈફોનથી કમાણીમાં ૨૯%નો વધારો થયો. જેના કારણે આઈફોનની સરેરાશ કિંમતમાં ૨૯% વધારો નોંધાયો છે. જે ૬૧૮ ડોલરથી વધીને ૭૯૩ ડોલર થઈ ગઈ છે.

આઈફોનની સરેરાશ કિંમત એટલા માટે વધી કારણે એપલે મોંઘા પ્રોડક્ટ લોન્ચ કર્યાં. ગત વર્ષે ૯૯૯ ડોલર કિંમત વાળો આઈફોન એક્સ બજારમાં ઉતાર્યો. આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલો આઈફોન એક્સએસ મેક્સની કિંમત ૧૦૯૯ ડોલર રાખવામાં આવી.

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ ૪.૬૮ કરોડ આઈફોન વેચ્યાં. ગત વર્ષે આ ત્રિમાસિક ગાળામાં આ આંકડો ૪.૬૭ કરોડ હતો. એપલનો નફો ૩૨% વધીને ૧૪.૧૩ અબજ ડોલર રહ્યો.

આઈફોનના વેચાણને છોડીને બાકી આંકડા વિશ્લેષકોના અનુમાનથી વધુ રહ્યાં. જુલાઈ-સપ્ટેમ્બરમાં પ્રતિ શેર આવક ૨.૯૧ ડોલર રહી. એનાલિસ્ટને ૨.૭૮ ડોલરની આશા હતી. રેવન્યૂ ૨૦% વધીને ૬૨.૯ અબજ ડોલર રહી. વિશ્લેષકોએ ૬૧.૫૭ અબજ ડોલરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

Previous articleપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બિજીંગ પહોંચ્યા, બંને દેશો વચ્ચે વિવિધ કરારો થઇ શકે
Next articleટિકિટ નહીં મળતા અજીત જોગીની પત્નીએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો