રામ કદી કોઈને મારતા નથી, બધાને તાર્યા છે – પૂ. બાપુ

1313

તલગાજરડાની ત્રિભુવન-તીર્થ રૂપી સત્ય, પ્રેમ અને કરૂણાની ત્રિવેણી જયાંથી જગ કલ્યાણ, જન કલ્યાણ અને જીવ કલ્યાણ માટે નિરંતર વહે છે. એવી પતિત પાવની ભુમિ પરથી પુજય બાપુના શ્રીમુખે માનસ ત્રિભુવન અંતર્ગત આજના સાતત્રા દિવસની કથાનો શુભારંભ થયો.

પૂજય બાપુએ શ્રોતાનો પૂજય બાપુએ શ્રોતાનો જીજ્ઞાસાના ઉત્તરમાં જણાવ્યું કે ધ્યાન સ્થાપિ પરંપરાના પોતાના વડીલો નારાયણ દાસ બાપુ, પ્રેમદાસ બાપુ, રઘુરામ બાપુની સમાધિઓ અને જીવણદાસ બાપા, આત્મરામ બાપા… એ બધાના અસ્થાઓ એક કવરમાં પધરાવીને જુના  રામજીમંદિરમાં ચરણપાદુકા છે ત્યાં સમાધિ બનાવી છે. પણ આ સંકલ્પ અસ્તિત્વએ લેવડાવ્યો છે. તેમણે પોતે નથી લીધો.

બાપુએ કહ્યું કે દાદગુરૂના મુખે કાકીડી જઈને મહાભારત કથા કદી સાંભળી નથી. દાદા જયારે બાપુને રામકથા સંભાળવતા ત્યારે વચ્ચે મહાભારતા પ્રસંગો આવતા તે સંદર્ભે સાંભળ્યા છે અને પછી પોતે વાંચ્યા છે. દાદાજીનો મહાભારતમાં કર્ણ બહુ જ પ્રિય પાત્ર હતું. દાદાએ લંકા કાંડ સુધી રામાયણની ગુરૂપ્રસાદી તેમણે શ્રીમુખેથી સાંભળી છે.

બાપુએ કહ્યું કે રામે રાવણે માર્ય્‌ નથી. હથિયાર તો રામનો દેખાવ છે. રામને કોઈને મારતા નથી, બધાને તાર્યા છે. રામ તો નિર્વાણ આપે છે. સમરે રાવણને લક્ષ્મણે માર્યો છે. પરમાત્મા જગદમ્બએ માર્યો છે. રામ સાધુ છે. સાધુ કોઈને મારે નહીં. સાધુ કોઈને શ્રાપ પણ આપે તો તેનું સાધુ પણું ખંડિત થઈ જાય એવું બાપુ માને છે. સાધુના કટકા કરી નાખો પણ એના લોહીના કતરામાંથી ય બદદુઆ ન નિકળે.

રામાયણમાં લખ્યું છે કે જેવું રામે બાણ ચડાવ્યું ત્યારે બાણના ફણા પર કાળ (લક્ષ્મણ) બેઠો છે. ફલીશ એટલે લક્ષ્મણ, લક્ષ્મણ એટલે શેખ અને હજાર ફેણ હતી. રામના એક બાણમાંથી હજાર બાણ નિકળતા હતા એ શેષની ફેણ છે.અ ેટલે રામે રાવણને નથી માર્યો. લક્ષ્મણે (શેષનાગે) રાવણને માર્યો છે.

બીજુ પ્રમાણ-પુષ્પકમાં બેસીને જયારે અયોધ્યા પરત આવે છે ત્યારે રામ રાવણ અને કુંભકર્ણના મૃત્યુ સ્થળ બતાવીને કહે છે કે તે સ્થળે તેઓ મર્યા છે. કોણે માર્યા છે એ કહ્યું નથી. ત્રીજું પ્રમાણ – સીતાજી જયારે અગ્નીમાં સમાયા ત્યારે માં જગદમ્બા રામના બાણ પર બિરાજયા છે. રામનું બાણ અગ્ની છે. એટલે પરામ્બા જગદમ્બાએ બાણ પર બસીને રાવણને માર્યો છે. મારા રામે રાવણને માર્યો જ નથી.

બાપુએ કહ્યું કે રામજી મંદિરમાંથી પોતે રામના હથિયાર હટાવી લીધાએ અસ્તિત્વનો સંકલ્પ છે. જો કે ધર્મ જગતમાં એની ધણી ટીકા થાય છે. એક મુસ્લિમ યુવાને ગત કથામાં સાવિત્રીમાનું ચિત્ર આપ્યું હતું આવતીકાલે પ્રભુદાસબાપુનું ચિત્ર આપવાની બાપુએ અમુતિ આપી. અન્ય એક જીજ્ઞાસાના સમાધાનમાં બાપુએ કહ્યું કે શિવજીએ સતિનો ત્યાગ તીવ્ર પ્રેમના કારણે કર્યો છે. તીવ્ર પ્રેમ ત્લાગ કરાવે. રાજસી, તામસી, કે સાત્વીક નહીં પણ પ્રેમના કારણે કર્યો છે. તીવ્ર પ્રેમ ત્યાગ કરવો. રાજસી, તામસી કે સાત્વીક નહીં પણ પ્રેમના કારણે કરેલ ત્યાગ શિવજીનો હતો.

મારા દાદાગુરૂ ત્યાગમુર્તિ હતાં. અત્યંત સાદગીપુર્ણ જીવન હતું તેઓ પોતાનુંક ામ જાતે જ કરતા, તેમનામાં માત્ર ત્યાગ જ હતો. બાપુએ અશ્રુભીની આખે કહ્યું કે, દાદા પોતાને ખલતો પણ ઉત્તર ઉપાડવા ન દેતા મારા પર કોઈ ભાર આવે એવું ઈચ્છતા ન હોતા એવો મારા પર પ્રેમ હતો. એક સ્વાધ્યાયીની જીજ્ઞાસાના સમાધાનમાં પૂજય બાપુએ ભર્તૃહરિ મહારાજના શ્લોકોન ત્રિભવનિય ગુણ સમજાવ્યો.

ભોગમાં રોગનો ભય હોય, યોગમાં રોગનો ભય ન હોય કુળદવાનને પ્રતિષ્ઠા જવાનો ભય હોય, જેને કુળ જ ન હોય એવા શુક્રદેવજી જેવાને શેનો ભય ? સાધુનું કોઈક ુળ નવી એટલે કબીર, નાનક, મીરાને પ્રતિષ્ઠાનો ભય નથી હોતો. જેની પાસે પૈસા નહીં, કેવળ પ્રેમ જ  હોય  એને રાજાનો ભય ન હોય મૌનની સાથે મુસ્કુરાહટ હોય તો એને દૈત્યનો ભય નથી. બળવાનને શત્રુનો ભય છે. પણ જેને માન ભરોસાનું બળ, એક માત્ર રામનુંબ ળ હોય એને કોઈ દૂશ્મનનો ભય ન હોય રૂપને અવસ્થાનો ભય હોય. જે પણ જ ેને સ્વરૂપનો બોધ  થયો હોય એને અવસ્થાનો ભય ન હોય એ તો તુર્યાવસ્થામાં હોય શાસાજ્ઞએ જયારે ગુરૂકૃપાને યાદ રાખી હોય એને શાસ્ત્રાર્થનો વિવાદનો ભય ન હોય એ વિવાદમાં ઉતરે જ નહીં, સાચા શાસ્ત્રવેતામાં સંવાદ હોય લાઓન્સુ કહે છે કે મને હારવાનો ભય નથી. કારણ કે હું હારેલો જ છું મને કોઈ ઉઠાડી મુકશે એનો ભય નથી, કારણ કે હું સૌથી છેલ્લે બેઠો છું. ગુણવાનને ખલનો ભય હોય. જે ગુણાતીત ગુરૂના શરણે જતો રહે એને ખલ (દુષ્ટ)નો ભય રહેતો નથી. બુદ્ધ ગુણાતીત છે, એને અંગુલીમાનનો ભય હોતો નથી. બુદ્ધત્વ પ્રાપત કરનારને ખલનો ભય ન હોય. શરીરને મરણનો ભય હોય પણ જેણે બહુ સ્મરણ કર્યુ હોય, જેની કાયા સ્મરણથી રચાઈ છે એને મરણનો ભય ન રહે.

ત્રિભુવનગુરૂ શંકરનું મસ્તિષ્ક ઉપરનો લોક છે, હૃદય વચ્ચેનો લોક છે અને ચરણ નીચેનો લોક છે એને તમે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ કહી શકો. પાર્વતિજીને શિવજીના મસ્તિષ્કમાં બ્રહ્મલોક, હૃદયમાં મૃત્યુલોક અને ચરણમાં પાતાળ લોક દેખાયો છે.

મસ્તિષ્કના ભાગમાં- કાન, નાકા, આખ, જીભ, હોઠએ બધુ જ જેનું સત્યપારાયણ હોય એ ત્રિભુવનગુરૂનું પ્રથમ લક્ષ્મણ આપલી આંખમાં સાચું દ્રક્ષ્ટાપણુંહ ોય, આપણે સાચું સાંભળતા હોઈએ, આપણે સત્યની જ સુગંધ લેતા હોઈએ, સત્યનો જ સ્વાદ લેતા હોઈએ એવો બુકપુરૂષ ત્રિભુવનગુરૂ છે. જેના હૃદયમાં બધા પ્રતિ કેવળ પ્રેમ જ વહેતો હોય એ ત્રિભુવન ગુરૂ છે. અને જેના ચરણમાં કેવળ કરૂણા જ ભરી હોય, એકવાર જે એના ચરણમાં જાય એને જે અપનાવી લે એ ત્રિભુવન ગુરૂ છે. ગુરૂની પાદુકાએ કરૂણાનું પ્રતિક છે. પ્રભુ કરી કૃપા પાવરી દિન્હી, સાદર ભરત સીસ ધરી લીન્હી. આ ત્રિભુવન શિવ્ની મુર્તિને હું ત્રિભુવનેશ્વર મહાદેવ કહું છું.

કથાના ક્રમમાં બાપુએ ભગવાન રામના જન્મ પછીની કથાઓ પ્રારંભ કરતા કહ્યું કે રાજાના જન્મ પછી અયોધ્યામાં એક મહિના સુધા રાત જ ન પડી એનો અર્થ એ કે જેના જીવનથી અયોધ્યામાં રામનો જન્મ થાય એના જીવનમાં કદી મોહની રાત્રી આવે જ નહી બાપુએ કહ્યું કે રામની કથામાં નવ દિવસ કેમ જતા રહે છે એની ખબર નથી રહેતી તો રામ જનમ્યા ત્યારે એક મહિનો કેમ વીતી જાય એની ખબર ન જ રહે અયોધ્યામાં રામરૂપી જગતગુરૂ અવતરે ત્યારે અજબના જ અજબના હોય.

બાળરામને રમાડવા શિવજી જ્યોતિષીનું રૂપ લઈને કાકભુશંડીજીને ચેલો બનાવી અયોધ્યા જાય છે એનું રમુજી વર્ણન અને બાળરામની લીલાઓનું તલગાજરડી વાણીમાં રસપૂર્ણ વર્ણન કર્યુ વિદ્યા આપણને મોકા સુધી લઈ જાય પણ એમાં પાખંડ કે કપટ ન હોવુ જોઈએ એવુ બાપુએ આ વર્ણનથી પ્રતિપાદીત કર્યુ ચારે ભાઈઓનું નામકરણ થયુ. જેના નામથી જપ કરનારને આરામ, વિશ્રામ, વિરામ અને અભિરામની પ્રાપ્તિ થાય એવા કૌશલ્યાનંદનનું નામ વસિષ્ઠજીએ ‘રામ’રાખ્યુ છે જે વિશ્વમાં બધાને ભરી દેશે એ કૈકયીપુત્ર ‘ભરત’, જેનું સ્મરણ કરવાથી શત્રુબુધ્ધિનો નાશ થશે અને શત્રુધ્ન અને દુનિયાનાતમામ લક્ષણો જેનામાં રહેશે એ સુમિત્રા નંદન લક્ષ્મણ નામ રખાયુ. રામ મહામંત્ર છે એને જપવાના ત્રણ વિધિ વિધાન ત્રણ છે પહેલું રામનામ જપનારાએ કોઈનું શોષણ ન કરવું, બધાનું ભરણપોષણ કરવુ બીજો વિધિ રામનામ જપનારાએ કોઈ તરફ શત્રુતા ન રાખવી ત્રીજુ રામનામ જપનારે જેટલાનો આધાર બની શકે એટલાનો આધાર બની એનો ટેકો આપવો. ચારે કુમારોનો વિદ્યાભ્યાસ વિશ્વામિત્ર ઋષિ દ્વારા રામ-લક્ષ્મણની યજ્ઞ રક્ષા માટેની માગ, માર્ગમાં રાક્ષસો નિર્વાણ જયાથી રામના અવતાર કાર્યોનો આરંભ થાય છે. વિશ્વામિત્ર  દ્વારા વિદ્યાદાન, યજ્ઞની પૂર્ણાહૂતિ સુધી કથાને પહોચાડી બાપુએ વાણીને વિરામ આપ્યો.

માનસ ત્રિભુવન કથા વિશેષ

૧. કથા પ્રારંભે પુર્વે કમીજલના મહંતશ્રી જાનકીદાસ બાપુ, કોળિયાકના મહંતશ્રી કિશોર પ્રસાદ દાસજી અને કુંઢેલીના રામકૃષ્ણ શાસ્ત્રીજીએ વ્યાસપીઠની ભાવંદના કરી. ગુજરાત નિવૃત્ત ડીજીપી કુલદીપ શર્મા, હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, હિરભાઈ નુકમના પરમ સ્નેહી અને વ્યવસ્થાપક બાબુભાઈ રામ વગેરે મહાનુભાવોએ વ્યાસપીઠની ભાવંદના કરી. મુસ્લિમ ધર્મગુરૂ મૌલવી રીયાગત હુસેન રીઝવી અને મૌલાના મૌલાના રબાબઅલી સકિલ, સૈયદ અલીરઝા નકવીએ પણ પૂજયબાપુને દુઆ સલામ પાઠવી વ્યાસપીઠનું અભિવાદન કર્યુ આજે જોર્ડનથી આવેલા મુસ્લિમ બંધુઓએ પણ કથાગાનનું શ્રવણ કર્યુ.

ર. પૂજયબ ાપુના વિચારોનું સંકલન કરી નવ યુગ દૈનિકમાં સાપ્તાહિક કોલમ રૂપે પ્રકાશિત થતા લેખનું કલ્પવૃક્ષ શિર્ષ અંતર્ગત જયદેવભાઈએ કરેલા બુકના પુનર્મુદ્રણનું વિમોચન પૂજય બાપુએ ગુરૂકુળના  ઋષિકુમારોના હસ્તે કરાવ્યું. એ જ સંપુર્ણ રાહચરિત માનસના પાઠના રેકોર્ડીંગની સીડીનું વિમોચન કે જેમાં સુંદર ગાયન સંગીત સાથે થયું છે તેનું વિમોચન થવું.

૩. પાંચ બાબતો ન હોય તો સત્કૃમમાં વિધ્ન આવશે. વકતાની સભાનતા જણાવતા બાપુએ કહ્યું કે જો વકતા ગુરૂકકૃપા, પરમકૃપાને ભુલી જાય તો વધ્ન આવે, આયોજકોને અહંકાર આવે તો વિઘ્ન આવે ત્રીજું સ્વયંસેવકોમાં શીલ ન હોય તો સત્કર્મ નિષ્ફળ જાય. શ્રોતામાં જો શીલ ન હોય તો પણ સત્કર્મ નિષ્ફળ જાય. મંડપ બાંધનારા અને વ્યવસ્થાપકોમાં સજાગતા ન હોય તો સત્કર્મ નિષ્ફળ જાય.

૪. તલગાજરડાએ આ કથા પછી પાંચ કામ કરવાના છે. એવી બાપુએ ટહેલ નાખી. એક, તલગાજરડાના દરેક વ્યકિતને ધરઘરમાં હનુમાન ચાલીસા, કાકભુસડી રામાયણ, રૂદ્રાષ્ટક આવડવા જોઈએ. ખોટી રાજનીતિ આ ગામમાં ન હોવી જોઈએ. અને પાંચમું ગામનો સર્વતોમુખી ઉત્કર્ષ થતો હોય એમાં આડા પગ કરશો નહીં. મહુવાવાળ પણ આ સદભાવના અને સંવાદ કાયમ સાચવી રાખે એવી શીખ બાપુએ આપી.

પ. બાપુએ કહ્યું કે વ્યાસપીઠ પર બેસું  એટલે મારામાં દાદાગુરૂની કૃપાથી નાયગરાનો ધોધ છુટે છે. એટલે મહેમાનો વહેલા મોડા આવવાને બદલે સમયસર આવે નહીંતર મારા કથા પ્રવાહમાં વિધ્ન આવે છે.

૬. બાપુએ પોતાના પિતાશ્રી પ્રભુદાસબાપુના મિત્ર અને પોતાના વિદ્યાગુરૂ જગન્નાથ દાદાને વ્યાસપીઠ પર બોલાવી, તેમનું ભાવપૂર્ણ સન્માન કર્યુ

૭. વિદ્યાગુરૂ જગન્નાથબાપાને એકવાર બાપુએ પુછેલુ કે બાપા તમે મને શાળામાં કદી મારેલો ! ત્યારે તેમણે જવાબ આપેલો હું બાપુ તમે કોઈ દિવસ તોફાન જ નથી કર્યુ પછી કેમ મારૂ બાપુએ હું ભલે મેટ્રીકમાં ત્રણ વાર નાપાસ થયો પણ આ પરીક્ષામાં હું પાસ છું.

૮.મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડુ રાષ્ટ્રર્પણ કર્યુ એની પ્રેરણા એમને મા ખોડીયારે આપી છે  એવુ મહારાજાએ જણાવ્યું એ વખતે ગાંધીજીએ કહેલું કે કૃષ્ણકુમાર સિંહજી જેવા જો બીજા પાંચ સાત મહારાજા હોત તો રાષ્ટ્રનું કલ્યાણ થઈ જાત આવા સમર્પિત રાજાઓ ત્યારે ય ન હતા અને એ જ સમસ્યા અત્યારે પણ છે જ !!

૯. જે કોઈને રોટલો ન ખવડાવી શકો એના ધનમાં ધૂળ પડી. પૂજ્યબાપુની કથામાં પ્રભુપ્રસાદ રાખવો જ એવો બાપુ આગ્રહ રાખે છે. એનો ફાંકો નથી, કથામાં પ્રભુપ્રસાદ રાખવો જ એવો બાપુ આગ્રહ રાખે છે એનો ફાંકો નથી ગુરૂકૃપાનો અહેસાસ છે. ભોજન વિનાનું ભજન અધુરૂ લાગે હરિહર વિના હરિકથા મંગળસુત્ર ચાંદલા વિનાની સુરાગણ છે. બાપુએ ભારતના સર્વોચ્ચ ધનપતિને આ જ કારણસર કથા ન આપી એ વટ નહી, સાધુતા છે, સાધુધર્મ છે.

૧૦. છ સમયે ક્રોધ ન કરવો સવારમાં જાગીને તરત ક્રોધ ન કરવો, પૂજા પાઠ વખતે ભોજન કરતી વખતે, ઘરની બહાર જાવ ત્યારે સાંજે ઘેર પાછા આવો ત્યારે અને રાત્રે સુતી વખતે ક્રોધ ન કરે એ સાચો અનુષ્ઠાની છે.

રત્ન કણિકા

૧) જેનામાં પરિપૂર્ણ શ્રધ્ધા હોય એવા બુહય પુરૂષને પુછીને પછી જ સંકલ્પ કરજો.

૨) જેણે અસ્તિત્વની આજ્ઞા વિના પ્રતિજ્ઞાઓ લીધી છે તેમના સંકલ્પોએ વિશ્વને વ્યાપક નુકશાન કર્યુ છે.

૩) મારૂ કોઈ ગ્રૃપ નથી. આખી પૃથ્વી મારો પરિવાર છે.

૪) શ્રોતા શીલવાન હોવા જોઈએ, સુમતિ હોવો જોઈએ, રસીક હોવો જોઈએ

૫) હું મારા જીવનમાં પળેપળ છેતરાવ છું. એવા સમયે હું મારી ધારા ન ભુલુ

૬) હું કોઈના હાથમાં રમુ એવો બાવો નથી.

૭) અભાવનો પણ એક આંનદ હોવો જોઈએ.

૮) સાધુ વર્ણ અને કુળથી બહાર છે.

૯) સાલોથી કાંઈ ન થાય આપણી અંદર જે મશાલ હોય તેનાથી જ બધુ થાય.

૧૦) ગુરૂ સાથે અંદરથી જોડાઈ જવુ અને બહારથી દુરી રાખવી.

૧૧) વેદાંતમાં અદ્વૈત છે પણ ગુરૂ અને શિષ્યમાં દ્વૈત રહેવુ જ જોઈએ.

૧૨) ગુરૂની અનુભૂતિ હોય છે એ પરચા નથી હોતા.

૧૩) કેવળ વૈરાગ્યમાં જ અભય છે બાકી બધી જગ્યાએ ભય છે ભર્તુહરિ શતક.

૧૪) મુસ્કુરાહટ વગરનું મૌન કામનું નથી એ મૌન વ્રત નથી, મુંગીવ્રત હોય છે.

૧૫) પરમ તત્વને ભૂતકાળને ભવિષ્યકાળ ન હોય એ કાયમ વર્તમાનમાં જ હોય

૧૬) સમગ્ર વિશ્વની અંતિમ ઔષધિ છે. સાધુનો સંગ,

૧૭) એક સદગુરૂને સાચો નિધિ તેનો યોગ્ય શિષ્ય હોય છે.

૧૮) વ્યક્તિ પાસે સાધન, સાધના, મંત્ર, સુત્ર, શસ્ત્ર અને શાસ્ત્ર એ છ એ હોય પણ જ્યાં સુધી રામ (સત્ય)અને લક્ષ્મણ (સમર્પણ)નહી આવે ત્યાં સુધી એનો જીવન યજ્ઞ પૂર્ણ થતો.

Previous articleધંધુકા તાલુકા હેલ્થ ઓફિસે સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમનો વર્કશોપ યોજાયો
Next articleસખવદરના ખેડુતને ચાર લાખમાં ઠગનાર વડોદરાનો શખ્સ ઝબ્બે