રાફેલ ડિલમાં દસા કંપની મોદીને બચાવી જ રહી છે

1051

રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પ્રમુક રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આજે ફરીવાર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાફેલ બનાવનાર કંપની દસા એવિએશનના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કારણ કે તેમની પાસે જમીન હતી. કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, દસાએ ૨૮૪ કરોડ રૂપિયા આપ્યા હતા અને અંબાણીને આજ પૈસામાં જમીનની ખરીદી કરી  હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કંપની બચાવી રહી છે. અનિલ અંબાણીને પૈાસા આપવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, આ કંપની મોદીને બચાવી રહી છે. જો તપાસ થશે તમ મોદી ટકી શકશે નહીં. તેમને આ બાબતને લઇને ચિંતા સતાવી રહી છે કે, તપાસ થશે તો ફસાઈ જશે.

રાહુલ ગાંધીએ દસ્તાવેજો બતાવીને આક્ષેપ કર્યા છે કે, અનિલ અંબાણીની એજ કંપનીને દસા તરફથી ૨૮૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા જેની માર્કેટ મૂડી આઠ લાખ રૂપિયા હતી. રાહુલે કહ્યું હતું કે, દસાએ જે પૈસા આપ્યા હતા તે પૈસામાં અનિલ અંબાણીએ જમીનની ખરીદી કરી હતી. હવે દસાના સીઈઓ કહી ચુક્યા છે કે, જમીન હોવાના પરિણામ સ્વરુપે અનિલ અંબાણીને કામ મળી ગયું છે. એચએએલને તમામ લાયકાત હોવા છતાં કામ મળી શક્યું નથી. દસાએ એક એવી કંપનીમાં પૈસા શા માટે મુક્યા છે જે કોઇ કામ કરી રહી નથી. નુકસાનમાં ચાલી રહી હતી. રાહુલે આ પૈસાને ભ્રષ્ટાચારના પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ તરીકે ગણાવીને આની ટિકા કરી હતી. મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, રાફેલ ડિલમાં થયેલા કૌભાંડ ઓપન એન્ડ સટ કેસ છે. આમા બે વ્યક્તિની પાર્ટનરશીપ છે. અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીની પાર્ટનરશીપ છે. રાહુલે કહ્યું હતું કે, જો મોદી આમા સામેલ ન રહ્યા હોત તો કહી શક્યા હોત તો તપાસ કરાવી લેવાની જરૂર છે. સીબીઆઈ પાસેથી પણ તપાસ કરાવી શકાય છે પરંતુ ચોકીદાર મૌન છે. તેમને રાત્રે ઉંઘ આવી રહી નથી.

Previous articleઆતંકીઓએ ભાજપના નેતા અને તેમના ભાઈની ગોળી મારી હત્યા કરતા ચકચાર
Next articleસહમતિ સાથે સંબંધો બન્યા હતા : અકબરે કરેલ બચાવ