સરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે : ચેલેમેશ્વર

636

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ ચેલેમેશ્વરે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો પેન્ડિગ હોવા છતા સરકાર રામ ંમંદિરના નિર્માણને લઇને કાનુન બનાવ શકે છે. તેમણે કહ્યુ છે કે ન્યાયિક પ્રક્રિયા દ્વારા કોર્ટના ચુકાદામાં અડચણો ઉભી કરવાના દાખલા પહેલા પણ રહ્યા છે. ન્યાયમુર્તિ ચેલેમેશ્વર દ્વારા આ ટિપ્પણી એવા સમય પર કરવામાં આવી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને માર્ગ મોકલો કરવા માટે એક કાનુન બનાવવા માટેન માંગ સંઘ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ચેલેમેશ્વરે આ પ્રકારની ટિપ્પણી કરી હતી. અત્રે નોંધનય છે કે આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ મામલો જાન્યુઆરી સુધી ટાળી દેવાનો આદેશ જારી કર્યો હતો.કાર્યક્રમમાં ચેલેમેશ્વરને જ્યારે આ સંબંધમાં પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે કોર્ટમાં મામલો પેન્ડિગ રહેવાની સ્થિતી દરમિયાન સંસદ રામ મંદિર માટે કાનુન પસાર કરી શકે છે. ચેલેમેશ્વરે કાવેર જળ વિવાદ મામલે કોર્ટના ચુકાદાને ફેરવ નાંખવા માટે કર્ણાટક વિધાનસભા દ્વારા એક કાનુન પાસ કરવાનો દાખલો ટાંક્યો હતો.વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે  જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. ત્યારબાદથી સરકાર પર હિન્દુ સંગઠનો અને સંઘ દ્વારા રામ મંદિરના નિર્માણ મામલે કાનુન લાવવા માટે દબાણ લાવવામાં આવી રહ્યુ છે.

હવે જાન્યુઆરી ૨૦૧૯મા સુપ્રીમ કોર્ટમાંં આ બાબતને લઇને નિર્ણય કરવામાં આવશે કે કઇ બેંચની સામે આ મામલાની સુનાવણી કરવામાં આવે અને કઇ તારીખે સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરી એકવાર ટાળી દેતા જુદા જુદા હિન્દુ સમુદાયમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી.અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.  સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.  ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો.

આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો.

Previous articleCBI વડા આલોક વર્માને રજા પર ઉતારવાના નિર્ણય સામે રજુઆત
Next articleભારતને મળેલી છૂટ બાદ ટ્રમ્પનું ટિ્‌વટ : આવી રહ્યા છે કડક પ્રતિબંધો