હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ઉભરી રહેલા ખતરા પ્રત્યે ભારત સજાગ, તમામ રીતે સક્ષમ

1148

વાયુસેના પ્રમુખ ચીફ માર્શલ બી.એસ ધનોઆએ રવિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના હિંદ પ્રશાંત વિસ્તારમાં ઉભરી રહેલા સંભવિત ખતરા પ્રત્યે ખુબ જ સજાગ છે. તેમણે કહ્યું કે, તેમનું દળ ભારતનાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે કોઇ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. વાયુસેા પ્રમુખે કહ્યું કે, ભારતના પાડોશમાં નવા હથિયારો, ઉપકરણોને સમાવેષ કરવાનાં અને આધુનિકકરણની ઝડપ ચિંતાનું કારણ છે. ધનોઆએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારત વણઉકલ્યા ક્ષેત્રીય વિવાદો અને પ્રાયોજીત રાજ્યેતર તથા વિદેશી તત્વોથી ઉત્પન્ન પડકારોનો સામનો કરી રહ્યું છે પરંતુ વાયુસેના તેના પ્રક્ષાવી રીતે સામનો કરવા માટે સક્ષમ છે.  અને તે જ દિશામાં આગળ વધી રહી છે.

પુછવામાં આવતા કે શું વાયુસેના જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર આતંકવાદ પ્રશિક્ષણ શિબિરોને ધ્વસ્ત કરવામાં ભુમિકા નિભાવી શકે છે, તેમણે આ પ્રકારની શક્યતાનો ઇન્કાર નથી કર્યો. એર ચીફ માર્શલે કહ્યું કે, વાયુસેના સીમા પારથી પેદા થતા ખતરાનો સામનો કરવા માટે સંપુર્ણ સક્ષમ છે. પછી તે ઉપ પારંપારિક ક્ષેત્રનો હોય કે અન્ય ક્ષેત્રો તરફથી હોય.ચીન કે પાકિસ્તાનનું નામ લીધા વગર જ ભારતના હાલના પડકારો વણઉકેલ્યા ક્ષેત્રીય મુદ્દાઓ, પ્રાયોજીત રાજ્યેતર વિદેશી તત્વોથી પેદા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરે છે.

વાયુસેના કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે ૨૪ કલાક તૈયાર અને ત્યાં અમારા ઉપલબ્ધ સંસાધનોની મદદથી કોઇ પણ ઇમરજન્સી પરિસ્થિતીને આકરો જવાબ આપવા માટે તૈયાર છે. ધનોઆએ ચીન દ્વારા પોતાની વાયુસેનાની ઝડપથી આધુનિકીકરણ કરવા અને ભારતીય સીમા પર રહેલા તિબેટ સ્વાયત ક્ષેત્રમાં બીજિંગ દ્વારા કરવાઇ રહેલા માળખાગત વિકાસને પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો. વાયુસેના સીમા પારથી પેદા કરાવાઇ રહેલા સંભવિત ખતરાના પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ છે. અમારા પાડોશીમાં આધુનિકીકરણની ઝડપ અને નવા હથિયાર, ઉપકરણોનો સમાવિષ્ટ કરવામાં આવતા ચિંતાનું કારણ છે. વાયુસેના તેમ છતા પણ આ નવા ઘટનાક્રમોને ઉકેલવા માટે યોગ્ય ઉપાયો સાથે આગળ વધી રહી છે.

Previous articleતમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના
Next articleછત્તીસગઢમાં સઘન સુરક્ષા વચ્ચે આજે પ્રથમ ચરણ માટે મતદાન