સોલીડ વેસ્ટ મેનેજમેંન્ટ વિભાગનાં કા.પા.ઈ. આર.જી. શુકલાની રૂા.૧૦ હજારનાં લાંચ કેસમાં ધરપકડ કરવાનાં વિરોધમાં આજે મહાપાલીકા પટાંગણમાં સફાઈ કામદારો દ્વારા ધરણા કરીને દેખાવો કર્યા હતા અને શુકલા નિર્દોષ છે. તેમને ખોટા ષડયંત્રમાં ફસાવી દેવાયા છે તેમને મુક્ત કરવાની માંગ કરવા સાથે રજુઆત કરી હતી.
















