દિલ્હીના પ્રદૂષણે કલાકારોને હેરાન કર્યા, ફરહાન-પ્રિયંકાએ માસ્ક પહેરવા પડયા

855

મોખરાની કલાકાર જોડી પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરે તાજેતરમાં પાટનગર નવી દિલ્હીમાં એમની ફિલ્મના શૂટિંગ દરમિયાન અતિ ભારે પ્રદૂષણના કારણે માસ્ક પહેરવા પડયા હોવાની માહિતી મળી હતી.

આ બંને કલાકારો હાલ શોનાલી બોઝની આગામી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કના શૂટિંગ માટે દિલ્હીમાં છે. હાલ નવી દિલ્હીમાં જબરદસ્ત વાયુ પ્રદૂષણ ફેલાયું છે અને એને કારણે નાગરિકોએ પોતાના આરોગ્યને સંભાળવા માસ્ક પહેરવા પડે છે.

ફરહાને ટ્‌વીટર પર પોતાની તકલીફની વાત લખી હતી અને જણાવ્યું હતું કે અહીં ઘણીવાર સૂર્યના દર્શન થતાં નથી અથવા મોડા થાય છે. અમારે કેમેરા સામે ન હોઇએ ત્યારે માસ્ક પહેરવા પડે છે. અંદર અંદર વાત કરતાં પણ ઘણીવાર ગૂંગળાઇ જવા જેવું અનુભવાય છે.’દિલ્હીના પ્રદૂષણમાં અમારી લાગણીને કાબુમાં રાખવી પડે છે.. પ્રિયંકા તેં માસ્ક બરાબર પહેર્યો છે…એમ ફરહાને લખ્યું હતું.

આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપરા ઉપરાંત ઝાઇરા વસીમ પણ ચમકી રહી છે. અત્યાર અગાઉ પ્રિયંકા અને ફરહાને ઝોયા અખ્તરની દિલ ધડકને દો ફિલ્મ સાથે કરી હતી. શોનાલીએ અત્યાર અગાઉ માર્ગારિટા વીથ અ સ્ટ્રો ફિલ્મ બનાવી હતી જેને સમીક્ષકોએ બિરદાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅર્જુન કપુરની સાથે લગ્નને લઇ હવે મલાઇકાનુ નિવેદન