ગુજરાતી ફિલ્મ ફેટરનરી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને અંદાજીત ૩૦૦થી પણ વધુ લોકો આ મુલાકાતમાં જી.એફ.એફ. જોડાયા હતા. મુખ્યમંત્રી દ્વારા ટીમ જી.એફ.એફ.નું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી સાથે ગુજરાતી ચલચિત્ર જગત અને તેના ઈસ્યુ વિશે લંબાણપૂર્વક ચર્ચા કરી. આગામી સરકારમાં આવા ઈસ્યુનુ નિરાકરણ લાવવાની હૈયાધારણા પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી.
આ મુલાકાતમાં ગુજરાતના તમામ કલાકારોને મુખ્યમંત્રીને મળવા માટેની તમામ વ્યવસ્થા જીએફએફના પ્રેસિડેન્ટ હેતલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહેમાન કલાકારો અરવિંદ વેગડા, અભિલાષ ઘોડા, વિનય દવે, હિતુ કનોડીયા, ઓજસ રાવલ, કિંજલ દવે, ભીખુદાન ગઢવી, હેમંત ચૌહાણ, આનંદી ત્રિપાઠી, દર્શન ત્રિવેદી, ફરિદા મીર, ઓસમાણ મીર, મનુ રબારી, રિતીકા જુલ્કા, હેમાંગ દવે સહિત અનેક દિગ્ગજ કલાકારો હાજરી આપી હતી અને ભાવનગરના ચંદન દેસાણી અને ધનુષ જાડેજા (ફોટોગ્રાફર) ખાસ હાજર રહ્યાં હતા.