ચિત્રા જીઆઈડીસી ખાતે પ્લાસ્ટીક વેસ્ટમાં આગ

742

શહેરના ચિત્રા જીઆઈડીસીના પ્લોટમાં પ્લાસ્ટીક વેસ્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ એક ગાડી પાણી છાંટી આગ બુજાવી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના ચિત્રા જીઆઈડીસી પ્લોટ નં. ૧૧પ ખાતે  જયશ્રી ચામુંડા પ્લાસ્ટીકના પ્લોટમાં પડેલા પ્લાસ્ટીક વેસ્ટમાં સવારે ૧૦-૪પ કલાકે આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરત જ ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટના સ્થળે  દોડી જઈને ૧ ગાડી  પાણી છાંટી આગ બુજાવી દીધી જેમાં પ્લાસ્ટીકનો કચરી સળગી જવા પામેલ પ્લોટના માલિક જયેન્દ્રસિંંહ ગોહિલ હોવાનું જાણવા મળેલ છે.

Previous articleવરતેજ-સિદસર રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત
Next articleવલભીપુર ભગતબાપુના મંદિરે તુલસી વિવાહ