ગાંધીનગરમાં ઠેર ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો યોજાયા

968

દહેગામ તાલુકાના સામેત્રી ગામે આવેલ અર્બુદાધામ ખાતે ચૌધરી સમાજના સાથ સહકારથી તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.

તુલસી વિવાહ કાર્યક્રમ પ્રસંગે સવારે ગામમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવતાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોરે શુભમૂર્હૂતમાં તુલસી વિવાહ યોજાયો હતો.આ પ્રસંગે પણ ચૌધરી સમાજના ભાઇબહેનો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

માણસા તાલુકાના અમરાપુર (ગ્રામભારતી) ગામે રહેતા રાઠોડ રાજપુત પરિવારો દ્વારા સામૂહિક રીતે જેમ પોતાની દીકરીના લગ્ન કરતા હોય તેમ તમામ રીતિ-રિવાજ અને વિધિપૂર્વક તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક પરિવાર દ્વારા કન્યાદાન કરી તુલસી વિવાહ કાર્યક્રમની ધામધૂમથી સંપન્ન કરવામાં આવ્યો હતો.

Previous articleરાજદ્રોહ કેસ : હાર્દિક સહિત ત્રણ લોકોની વિરૂદ્ધ ચાર્જફ્રેમ
Next articleકડી સ્કૂલના ચાર વિદ્યાર્થીને કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ