જિલ્લામાં ઠેર-ઠેર ઈદે મિલાદની ભવ્ય ઉજવણી

727

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ. વ.)ના જન્મદિન ઈદે મિલાદની દહેગામ, માણસા, છાલા સહિત જિલ્લામાં ઠેરે-ઠેર મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દહેગામમાં ઈદે મિલાદના રોજ વહેલી સવારે જુમ્મા મસ્જિદમા સુબ્હે બહારા નાત સલાતો સલામનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ તકરીર અને બાલ મુબારકની ઝીયારત યોજાઈ હતી. બપોરે જુમ્મા મસ્જિદ ચોકમાંથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું.  સાંજે શાંતિપૂર્ણ રીતે જુલુસ સંપન્ન થયું હતું. દહેગામમાં બહિયલ, કારોલી, કડાદરા, ધારીસણા,જેવા ગામોમાં, માણસામાં રહેતા મુસ્લિમ બિરાદરો તથા ગાંધીનગરમાં પણ ઠેર-ઠેર જુલુસ સાથે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleહત્યાકેસમાં ફરાર બે આરોપીને અડાલજ પોલીસે ઝડપી લીધા
Next articleદેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો