ગાંધીનગર ખાતે રાજય કક્ષાની ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધા યોજાઇ

1277

સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત રાજય અને  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કુલ ખાતે રાજય કક્ષાની ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયની ૭ સ્કુલોની ટીમોએ ભાગ લીધો હતો. બાળકોએ બેન્ડ વગાડીને સર્વેને મંત્રમુગ્ઘ કરી દીધા હતા.

આ ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધામાં લક્ષ્મણ જ્ઞાનપીઠ સંસ્કારધામ, ગોધાવી, તા. સાણંદ, જિલ્લો – અમદાવાદની ટીમ વિજેતા બની હતી. જયારે કન્યા વિભાગમાં કચ્છ – ભૂજની સ્વામિનારાયણ કન્યા વિધાલયએ બાજી મારી હતી.

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અમદાવાદ શહેરના પી.આઇ. એ.બી.શિદે તથા પી.એસ.આઇ  સી. કે. ગામીત અને  આર.જે. ડામોરે સેવા આપી હતી.

Previous articleમનપા દ્વારા મુખ્ય સચિવના આદેશનું પણ ઉલ્લંઘન
Next articleમહાત્મા મંદિર ખાતે રેફ્રીજરેશન – કોલ્ડ સ્ટોરેજના પ્રદર્શનનો પ્રારંભ