ગુજરાતને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્તે મુખ્યમંત્રીને એવોર્ડ એનાયત

1057

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વિકાસના ફળો રાજ્યના હરેક ખૂણામાં પહોચાડીને ગુજરાતને દેશમાં ડેવલપમેન્ટનું રોલ મોડેલ બનાવ્યું છે તેમ ગૌરવ સહ જણાવ્યું છે.  તેમણે ઉમેર્યુ કે, માત્ર ઊદ્યોગો જ નહિ, આરોગ્ય, શિક્ષણ, લઘુ ઊદ્યોગ ક્ષેત્ર તથા મહિલા સશકિતકરણ જેવા વિષયોમાં પણ ભાવિ દીર્ઘદ્રષ્ટિ સાથે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બનીને દેશના અતિ ઝડપી વિકસીત રાજ્યોમાં અગ્રેસર બન્યું છે.

નવી દિલ્હીમાં ઇન્ડીયા ટુ-ડે કોન્કલેવ-ર૦૧૮ અંતર્ગત ‘બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર એવોર્ડ’ મુખ્યમંત્રીને ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ આ એવોર્ડ સ્વીકારતાં રાજ્યના સામાજિક, આર્થિક સમાંતર વિકાસની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પનાનું શ્રેષ્ઠ રાજ્ય ગુજરાતને બનાવવાની દિશા અમે લીધી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, ડેરી, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ્સ વગેરે ક્ષેત્રોમાં નેશનલ લીડર છે.  ગુજરાત મેન્યૂફેકચરીંગ હબ તરીકે જાણીતું છે. એટલું જ નહિ, વર્લ્ડ કલાસ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર, વર્લ્ડ કલાસ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર અને વર્લ્ડ કલાસ રોડ નેટવર્ક પણ ગુજરાતના વિકાસના આગવા પરિમાણ છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ બની છે.  મુખ્યમંત્રીએ રાજ્યના પોર્ટ સેકટરની સિધ્ધિઓ અને વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના મોટા ભાગના માલ-સામાનની આયાત-નિકાસ ગુજરાતના ૪૮ જેટલા બંદરો પરથી થાય છે. ૧૯૯પમાં કુલ ૪૭પ લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીગની સામે આજે ૪૪૦૦ લાખ મે.ટન ૧૦ ગણું કાર્ગો હેન્ડલીગ ગુજરાતના બંદરો કરે છે.  ૧૯૯૬માં દેશનું સૌ પ્રથમ ખાનગી પોર્ટ પીપાવાવમાં વિકસીત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ર૦૦૧માં દહેજમાં દેશનું પ્રથમ કેમિકલ ટર્મિનલ ગુજરાતે વિકસાવ્યું છે. દહેજ હવે તો દેશનું ફર્સ્ટ ન્દ્ગય્ ટર્મિનલ સાથે મલ્ટીપરપઝ પોર્ટ બન્યું છે.

રાજ્ય સરકારની પ્રો-એકટીવ પોલીસીઝ અને દ્રષ્ટિવંત નેતૃત્વને કારણે પોર્ટ સેકટરના વિકાસને નવી ગતિ મળી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના વિશ્વ સ્તરીય ઈરીગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષેની પ્રસ્તુતિમાં કહ્યું કે વર્ષ ૧૯૯૫માં રાજ્યમાં માત્ર ૩૫ લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ હતી જે હાલમાં વધારીને ૧૫૯.૧ લાખ એકર વિસ્તાર સુધીની થઇ છે. “સૌની યોજના”ના અસરકારક અમલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણીની અછતની સમસ્યા દુર થઇ છે. મુખ્યમંત્રીએ ઉધોગ ક્ષેત્રે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની ભૂમિકા આપતાં કહ્યું હતું કે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ છે. માંડલ-બેચરાજી જીૈં્રૂસ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન) વિશ્વનાં સૌથી મોટા ઓટો હબ તરીકે ઉભરી  રહ્યા છે. મારૂતિ-સુઝુકી દ્વારા આ વિસ્તારમાં રૂ.૮,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરીડોરનો ભાગ છે તેથી વ્યુહાત્મક રીતે ખુબ મહત્વ ધરાવે છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવીન દિશા આપશે. ૯૨૦ થી વધારે સ્કવેર કિલોમીટર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે જે સિંગાપોરના કુલ વિસ્તાર કરતાં પણ વધુ છે. સરકાર દ્વારા હકારાત્મક નીતિ અને યોજનાઓ દ્વારા સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જેનાથી નજીકના ભવિષ્યમાં તેના સારા પરિણામો પ્રાપ્ત થશે એમ તેમણે ઉમેર્યુ હતું.

વીજ ક્ષેત્રે ગુજરાત સરપ્લસ સ્ટેટ છે અને તે મોટી સિદ્ધિ છે. આજે ગુજરાતમાં ૧ લાખ મિલિયન યુનિટ્‌સ વીજળીનું ઉત્પાદન થાય છે વર્ષ ૧૯૯૫માં માત્ર ૩૬૭૩૨ મિલિયન યુનિટ્‌સ ઉત્પાદન થતુ હતું. રાજ્ય સરકાર દ્વારા દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતોને ત્રણ ફેઝની ૮ કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે કૉન્ક્લેવમાં આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, સિંચાઇ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વિશે પણ વિશદ છણાવટ કરી હતી.

Previous articleનર્મદા ડેમ માટે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું, જથ્થો વધારવા પ્રયાસ
Next articleજસદણ પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસ માટે પ્રચાર કરીશઃ શંકરસિંહ વાઘેલા