આત્મા ભાવનગર દ્વારા ખેડુતોને કોટન પીકીંગ બેગનુ વિતરણ કરાયું

1006

આજ રોજ આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા ઘોઘા તાલુકાના લાખણકા ગામે લશ્કરભાઇની વાડી ખાતે તાલીમ આપી ઘોઘા તાલુકાના આત્મા સાથે જોડાયેલ ૫૦ ખેડુતોને કપાસ વિણવાની બેગનુ વિતરણ કરવામા આવ્યુ. આ બેગ સખી મંડળ (મોઃ૭૦૬૯૬૮૩૫૪૯), કળસાર દ્વારા ત્રિવેણી ક્લ્યાણ ફાઉડેશન ના માર્ગદર્શન હેઠળ બનાવવામા આવેલ છે. જે કપાસ વિણવાની કાર્યક્ષમતામા વધારો કરે છે અને સાથે કપાસની ગુણવાતા પણ  જળવાય રહે છે આ ખેડુત તાલીમમા જીલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, પ્રોજેક્ટ ડાયક્ટર બી.આર.બલદાણીયા હાજર રહી ખેડુતો ને માર્ગદર્શન આપેલ સાથે ત્રિવેણી ક્લ્યાણ ફાઉડેશન વતી યાદવ દ્વારા કોટન પીકીંગ બેગનુ કપાસના ફિલ્ડ ઉપર પ્રત્યક્ષ તાલીમ આપવામા આવેલ છેલ્લે ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જયપાલ ડી ચાવડા દ્વારા આભાર વિધી સાથે તાલીમ પુર્ણ જાહેર કરી તથા તમામ તાલુકામા ૫૦-૫૦ ખેડુતો ને કોટન પીકીંગ બેગનુ વિતરણ કરવામા આવેલ છે અને તેની સંપુર્ણ જાણકારી આપેલ છે.

Previous articleજાફરાબાદમાં ઈદે મિલાદનું ઝુલુસ નિકળ્યું
Next articleકબ્બડીમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરાશે