સિહોરના યુવાન પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

1241

સિહોરમાં રહેતા યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

સિહોરના પોલીસ મથક નજીક ફારૂકભાઈ જમાલભાઈ ઉચડીયા નામના યુવક પર ત્રણથી ચાર શખ્સે છરી વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત ફારૂકભાઈને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકના સંબંધીએ માહિતી આપી હતી. આ બનાવ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleઅધેવાડા પાસે કાર – ટ્રકના અકસ્માતમાં યુવકનું મોત
Next articleવલભીપુરના મોણપર ગામે દે.પુ. દંપતિની હત્યા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો