૧૭ મિનિટમાં મસ્જિદ તોડી હતી, કાયદો બનાવતા કેટલી વાર લગાશેઃ સંજય રાઉત

551

રામ મંદિરના મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમે ૧૭ મિનિટમાં બાબરી મસ્જિદ તોડી દીધી હતી, તો કાયદો બનાવવામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે ? રાષ્ટ્રપતિ ભવનથી માંડીને ઉત્તરપ્રદેશ સુધી ભાજપની સરકાર છે. રાજ્યસભામાં પણ અનેક સાંસદો છે જે રામ મંદિર નિર્માણના પક્ષમાં છે. જે સાંસદ તેનો વિરોધ કરશે તેને દેશમાં ફરવું મુશ્કેલ થઇ જશે. સંજય રાઉતે કહ્યું, વડાપ્રધાન મોદી ઇચ્છે તો ગમે તે શક્ય છે. તેઓ ઇચ્છે તો રામ મંદિર ચોક્કસ બનશે. ગુરૂવાર સુધી અફવા ફેલાવાઇ રહી હતી કે શું ઉદ્ધવજીનું આગમન થશે કે નહી. હું કહેવા માંગીશ કે શનિવારે બપોરે ૨ વાગ્યે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચી રહ્યા છે. તમામ લોકો તેમની અયોધ્યા યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારી આ ભૂમિ સાથે ખુબ જ ભાવનાત્મક જોડાણ છે જે અમે યથાવત્ત રાખવા માંગીએ છીએ. આ ભાવનાને કાયદ રાખવા માટે ઉધ્ધવ ઠાકરે અયોધ્યા જઇ રહ્યા છે. સંજય રાઉતે કહ્યું અમે ક્યારે પણ કોઇ રેલી માટે કોઇ પરમિશન માંગી નથી. તેમના આવવાથી રામ મંદિર નિર્માણની ગતિમાં વધારો આવશે. હવે દબાવમાં આવીને રામ મંદિરનું નિર્માણ કરાવવું પડશે. જો નોટબંધી થઇ શકે છે તો પછી રામ મંદિર કેમ ન બની શકે?