દેવદીવાળી-ગુરુનાનક જયંતીની આસ્થા સાથે ઉજવણી

643

આસો માસમાં સૌ એ દીવાળી, નૂતન વર્ષ અને ભાઇબીજની ઉજવણી કરી નવો ઉત્સાહ ઉમંગ મેળવ્યો. આસો સુદ પૂનમને ગુરુવારે દરેક મંદિરોમાં દેવો માટેની દીવાળીની ઉજવણીની કરાઇ. આ સાથે ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ઉજવણી પણ થઇ.દેવદીવાળી નિમિત્તે શહેરના અનેક મંદિરોમાં ભગવાન સમક્ષ અન્નકુટ ધરાવાયો. જેમાં જુદી જુદી વાનગીઓ દેવો સમક્ષ મુકવામાં આવી. મંદિર સહિત અનેક  મંદિરોમાં પૂજા-અર્ચના, ભજન-કિર્તન, અન્નકુટ સાથે  દેવ દીવાળીની  ઉજવણી થઇ. આ સાથે ગુરુ નાનક જયંતી  નિમિત્તે ગુરુદ્વારાને રોશનીથી શણગારી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેવ દીવાળીના આ પર્વમાં કેટલાક સ્થળોએ ગરબા અને મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.

Previous articleએટીએસને સફળતા : આખરે વાપીમાં નકસલીની અટકાયત
Next articleસ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ વડતાલને યાત્રાધામ જાહેર કરાયું