રાજુલા ખાતે સ્વાઈનફલુનો પગ પેસારો આગેવાનોની તબીબોને પગલા લેવા તાકીદ

942

રાજુલામાં સ્વાઈન ફલુએ શિયાળો બેસતા જ એક મહિલાનો ભોગ લીધો ભાજપ અગ્રણીઓ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતની તાકીદે પગલા લેવા હોસ્પિટલ દોડી જઈ ડોકટરો સાથે બેઠકમાં કરીધારદાર રજુઆત.

રાજુલા શહેરમાં સ્વાઈનફલુના રાક્ષસે શિયાળો બેસતા જ એક મહિલાનો ભોગ લીધો સ્થાનિક સારવાર બાદ ભાવનગર હોસ્પિટલે દમ તોડતા બાબરીયાવાડમાં દહેશતનો માહોલ સર્જાતા ભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, યુવા ભાજપ જિલ્લા મહામંત્રી વનરાજભાઈ વરૂ, મહેન્દ્રભાઈ ધાખડા, ચીરાગભાઈ જોષી, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા સહિત આગેવાનોને પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીના માર્ગદર્શનથી ડોકટરોને તાબડતોબ પગલા લેવા તાકીદ કરી અને ડોકટરો સાથે ખાસ બેઠક કરી કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કર્યા અને જિલ્લા આરોગ્ય તંત્રને પગલા લેવા જાણ કરાઈ કારણ રાજુલાના કુંભાર વાડામાં રહેતી રોશન બાનુ વજીરઅલી (ઉ.વ.૭૦) શેરી નં. ૧ને તાવની અસાર થતા પ્રથમ રાજુલા અને ડોકટરોને શંકા જતા તાબડતોબ મહિલાને ભાવનગર હોસ્પિટલે દાખલ કરાયા જે તેમનું સારવાર દરમ્યાન મોત થતા બાબરીયાવાડમાં સ્વાઈન ફલુના રાક્ષસનો પગ પેસારાથી દહેશતનો માહોલ સર્જાયો.

Previous articleરાણપુરમાં કબીર આશ્રમ ખાતે ગોરધનભગતના પરિવાર દ્વારા સ્કુલના બાળકોને બટુક ભોજન કરાવ્યુ
Next articleદામનગર ખાતે નંદી શાળાની મુલાકાત લેતા જીવદયા પ્રેમી