ઈજાગ્રસ્ત આલિયાએ કેબલ પર જોખમી સ્ટંટ કર્યો

1147

મેાખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં કરણ જોહરની અયાન મુખરજી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર એક જોખમી સ્ટંટ કર્યો હોવાની જાણકારી મળી હતી.

અગાઉ બલ્ગેરિયામાં અને ત્યારબાદ મુંબઇમાં આલિયાને આ ફિલ્મના સેટ પર એક કરતાં વધુ વખત ઇજા થઇ છે. હજુ તો ચાર પાંચ દિવસ પહેલાં રણબીર કપૂર એને ફિઝિયોથેરપિસ્ટ ડૉક્ટર હિમાંક્ષી બસુને ત્યાં લઇ ગયો હતો એવા ફોટોગ્રાફ્સ મિડિયામાં પ્રગટ થયા હતા.

પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં આલિયાએ ગુરુવારે મુંબઇમ શૂટિંગ દરમિયાન કેબલ પર પોતાની સમતુલા જાળવીને ચાલવાનો એક જોખમી સ્ટંટ કર્યો હતો. એની સમર્પિતતા સમગ્ર યુનિટને સ્પર્શી ગઇ હતી. શોટ પૂરો થતાં એને સૌએ તાળીના ગડગડાટ દ્વારા બિરદાવી લીધી હતી.

અત્યારે આલિયા એક સાથે બે ફિલ્મો કરી રહી છે અને ઇજાગ્રસ્ત હોવા છતાં એણે એક પણ દિવસ ખાડો પાડયો નથી એમ  એક સૂત્રે કહ્યું હતું . બ્રહ્માસ્ત્ર ઉપરાંત એ કરણ જોહરની જ કલંક ફિલ્મ કરી રહી છે જેમાં સિનિયર અભિનેતા સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિંહા, વરુણ ધવન વગેરે ચમકી રહ્યાં છે.