મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એફ. પટેલ તેમજ જીલ્લા આરસીએચ ડો.આર.કે. જાટના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા શાળા આરોગ્ય યુનિટના સીધા માર્ગદર્શન અને સંકલનથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત થઈ જેમાં જાફરાબાદ તાલુકા કામના દિવસો સુધી જન્મથી લઈ આંગણવાડી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ માધ્યમિકના તમામ શાળાએ જતા તેમજ શાળાએ ન જતા બાળકોની આરોગ્ય ટીમ દ્વારા અંદાજીત ૩૧૦પપ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. જેમાં જન્મજાત ખામી ઉણપ રોગ અને વિકાસલક્ષી વીલમ્બતા અંગે તપાસણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોવા મળેલ ખામી વાળા બાળકોને સ્થળ પર સારવાર આરોગ્ય શિક્ષણ તેમજ હૃદય કિડની કેન્સર થેલેસમીયાની સારવાર અને ઓપરેશન સુધીની તમામ સેવા સંદર્ભ સેવા દ્વારા વિના મુલ્યે આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવશે જે અંતર્ગત પ્રા.આ. કેન્દ્ર નાગેશ્રી, ટીમ્બી, બાબરકોટ અર્બન હેલ્થ જાફરાબાદના આરોગ્ય સ્ટાફ શિક્ષણ વિભાગના સ્ટાફ તથા આંગણવાડીના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવશે.



















