રાહુલ અને કોંગ્રેસ ધર્મને લઇને ભારે દુવિધામાં : સુષ્મા

584

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિન્દુત્વ પર હુમલા બાદ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આજે વળતા આક્ષેપ કર્યા હતા. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જાતિ અને ધર્મને લઇને દુવિધાભરી સ્થિતિમાં છે.

અગાઉ રાહુલ ગાંધીએ મોદી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદી કેવા પ્રકારના હિન્દુ છે. સુષ્માએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વડાપ્રધાનને હિન્દુ હોવાનો મતલબ ખબર નથી. રાહુલે આ વાત એટલા માટે કહી છે કે, તેઓ પોતે અને કોંગ્રેસ જાતિ અને ધર્મને લઇને દુવિધાભરી સ્થિતિમાં છે. ઘણા વર્ષોથી તેમને સેક્યુલર નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે પરંતુ હવે ચૂંટણી નજીક આવી ત્યારે તેમને એવી માહિતી મળી છે કે, હિન્દુ બહુમતિ છે જેથી હિન્દુ તરીકે પોતાની છાપ ઉભી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.

સુષ્માએ કહ્યું હતું કે, એવા નિવેદન પણ આવી ચુક્યા છે કે, રાહુલ ગાંધી જનોઇધારી બ્રાહ્મણ છે. તેમને આ અંગે માહિતી ન હતી કે, જનોઇધારી બ્રાહ્મણના જ્ઞાનમાં એટલો વધારો થઇ ગયો છે કે, હિન્દુ હોવાનો મતલબ હવે અમને તેમની પાસેથી સમજવાની જરૂર રહેશે. એવા દેશો પણ આવે કે રાહુલ ગાંધી અમે હિન્દુ હોવાનો મતલબ સમજાવે તે દિવસ ટાળવા અમે ઇચ્છુક છીએ. રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે, હિન્દુત્વનો મતલબ શું છે. ગીતા શું કહે છે તે જ્ઞાન ઉપર દરેકની સાથે છે. જ્ઞાન આપની ચારેબાજુ છે. દરેક જીવિત ચીજની પાસે જ્ઞાન છે. અમારા વડાપ્રધાન કહે છે કે, તેઓ હિન્દુત્વની નીવ તરીકે છે. તેઓ હિન્દુ છે પરંતુ હિન્દુત્વની જળો અંગે તેમની પાસે માહિતી નથી. હિન્દુત્વના મુદ્દા ઉપર હવે આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. અમિત શાહે પણ હિન્દુત્વના મુદ્દા ઉપર રાહુલ ઉપર વળતા પ્રહાર કર્યા હતા. રાજસ્થાન ચૂંટણીમાં હવે હિન્દુત્વનો મુદ્દો હવે છવાઈ ગયો છે.

Previous articleસર્જિકલ સ્ટ્રાઇકનાં નિર્ણયને મોદીએ રાજકીય સંપત્તિ બનાવી : રાહુલ ગાંધી
Next articleઅલાસ્કામાં ૭.૦ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ,સુનામીનું એલર્ટ જાહેર