જાપાન, અમેરિકા, ભારતનો મતલબ જીત થાય છે : મોદી

640

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટીનાના પાટનગરમાં ચાલી રહેલા જી-૨૦ શિખર બેઠકના ભાગરુપે અમેરિકી પ્રમુખ ડનાલ્ડ ટ્રમ્પ અને જાપાની વડાપ્રધાન સિન્જો અબે સાથે ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો જેમાં વૈશ્વિક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદીએ સંયુક્ત મુલ્યો ઉપર સાથે મળીને કામ કરવા પર ભાર મુકતા કહ્યું હતું કે, જેએઆઈ (જાપાન, અમેરિકા, ભારત)ની બેઠક લોકશાહી મુલ્યો પ્રત્યે સંમર્પિત છે. જેએઆઈનો મતલબ જીત સાથે થાય છે.

આ ત્રિપક્ષીય બેઠક દરમિયાન ટ્રમ્પે ભારતના વિકાસની પ્રશંસા કરી હતી. ત્રણેય નેતાઓએ  સંપર્ક, સ્થાયી વિકાસ, આતંકવાદને રોકવા, દરિયાઈ અને સાયબર સુરક્ષા જેવા મુદ્દા ઉપર સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. ત્રણેય નેતાઓએ મોટા મુદ્દા ઉપર સહકાર સાથે આગળ વધવાની પણ વાત કરી હતી. આ બેઠક એવા સમયે થઇ છે જ્યારે ચીન દક્ષિણ ચીન સાગરમાં ક્ષેત્રીય વિવાદ અને પૂર્વીય ચીન સાગરમાં જાપાન સાથે વિવાદમાં ફસાયેલું છે. આ બંને ક્ષેત્ર ખનીજ, તેલ અને અન્ય કુદરતી સંશાધનોથી સજ્જ છે. સમગ્ર દક્ષિણ ચીન દરિયા પર પોતાનું પ્રભુત્વ હોવાની વાત ચીન દ્વારા કરવામાં આવી રહી છે.

વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનોઇ, તાઈવાન આના જળ માર્ગો ઉપર પોતાનો દાવો કરે છે. આમા તેઓ દરિયાઈ માર્ગ પણ સામેલ છે જેમાં દર વર્ષે આશરે ૩૦૦૦ અબજ ડોલરના વૈશ્વિક કારોબાર થાય છે.

મોદી, ટ્રમ્પ અને આબે ત્રિપક્ષીય સંમેલનમાં અન્ય કેટલાક મુદ્દા ઉપર સહમત થયા હતા. જી-૨૦ સમિટમાં ભારતીય વડાપ્રધાને કાળા નાણા ઉપર પણ ચર્ચા કરી હતી અને તેમની સામે દુનિયાભરના તમામ વિકાસશીલ દેશોને એક સાથે આગળ વધવાની વાત કરી હતી. સાથે સાથે મોદીએ એવા ખતરા તરફ પણ ધ્યાન દોર્યું હતું જેનો સામનો આજે સમગ્ર દુનિયા કરીરહી છે. આતંકવાદ અને નાણાંકીય અપરાધ બે સૌથી મોટા મુદ્દા છે.

Previous articleજમીન કૌભાંડ : હુડા, વોરા સામે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ
Next article૩૦૦૦ કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદીને આખરે લીલીઝંડી મળી