નગરના ઘ-૪ સર્કલે છેલ્લા ચાર વર્ષથી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બે પુસ્તક અને બે મેગઝીન પુસ્તક પ્રેમીઓને આપવામાં આવે છે. પુસ્તક પરબના પ્રણેતા પ્રજ્ઞાબેન પટેલનું પુસ્તક પ્રેમીઓએ અભિવાદન કર્યું હતું. પુસ્તક પ્રેમીઓ દ્વારા પુસ્તક, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે આશાબેન સરવૈયા, દિલીપભાઇ ચૌહાણ, કવિ કિશોર જીકાદરા, સંજય થોરાત, અશોક ત્રિવેદી, મૂળજીભાઇ પરમાર, રોહિણી પરમાર, દક્ષા ભાવસાર, રણછોડ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા


















