રાજુલામાં આવેલી GHCL કંપનીની લીઝ રીન્યુ કરી દવેતા લોકોમાં રોષ

723

રાજુલા તાલુકામાં આવેલ જીએચસીએલ કંપનીએ જાણે કે આખો તાલુકો ખરીદી લીધો હોય તે રીતે ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર વિસ્તારોમાં હજારો એક જમીનમાં ખારા પાણીના તળાવો ભરી રાખીને મીઠાનું ઉત્પાદન હજારો ટનમાં કરે છે અને કરોડો રૂપિયાની કાણી રાજુલા તાલુકામાંથી કરી રહેલ હોવાનું જાણવા મળેલ છે. આ જીએચસીએલ કંપની દ્વારા જે ખારા પાણીના તળાવો ભરી રાખવામાં આવે છે તેના કારણે આજુબાજુના તમામ ગામોના તળના પાણી ખારા થઈ ગયા છે અને અમારા પાણી થઈ જવાને કારણે ખેડુતોને ખેતી ઉપર ખુબ વિપરીત અસર થવાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે.

જયારે બીજી બાજું હજારો એકર જમીનમાં જીએચસીએલ દ્વારા મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આજથી થોડા વર્ષો પહેલા ખુબ જ પ્રમાણમાં રોજગારી મળતી હતી પરંતુ છેલ્લા વર્ષોમાં જીએચસીએલ કંપની દ્વારા આધુનિકતાના સોહામણા નામ તળે ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોની રોજગારી છીનવી લઈને મોટા માથાઓ સાથે કોન્ટ્રાકટરોની સાઠગાઠ કરીને  તેમજ સરકારી બાબુઓ મલાઈ આપીને પોતાની મનમાની કરીને જેસીબી અને ટ્રેકટરો અને મોટા મહાકાય મશીનો દ્વારા મીઠાનું ઉત્પાદન કરવામાં આવતા આ વિસ્તારના અગરોમાં કામ કરતા અગરીયાઓને રોજગારી મેળવવા માટે છેક ભરૂચ, દહેજ તેમજ કચ્છના વીસ્તારોમાં જવુ પડે છે જે અંગેની રજુઆતો મામલતદાર કચેરીમા,ં નાયબ કલેકટરમાં અને સરકારમાં અનેકવાર કરવામાં આવેલ અને જે-તે સમયે આ જીએચસીએલ કંપનીને શરતભંગની નોટીસપ્ પણ આપેલ હતી.  પરંતુ નોટીસો આપ્યા બાદ બધુ જ ભીનું સંકેલાઈ ગયું જો અવાર-નવારની રજુઆતોના કારણે જીએચસીએલ કંપની લીઝ ર૦૧૩માં પુરી થઈ ગયેલ હતી. જેને જે-તે સરકારના અધિકારીઓ દ્વારા ર૦૧૮ સુધી અટકાવી દેવામાં આવેલ પરંતુ ર૦૧૮માં જીએચસીએલ કંપની સામે ગેરરીતિ અને દબાણોની ફરિયાદ સાથે આંદોલન થતાં ગુજરાત સરકારના સરકારી બાબુઓ દ્વારા લીઝ કેન્સલ કરવાને બદલે ૩૦ વર્ષના ભાડા પટ્ટે લીઝ રીન્યુ કરી દેવાતા, આ સરકાર ખરેખર ઉદ્યોગપતિઓની છે તે સાબિત કરી દેવામાં આવ્યું એક તરફ નાના ખેડુતો કે નાના માણસો થોડી અમથી ભુલ કરે તો, આ સરકારના અધિકારીઓ દ્વારા કાયદાનો ડંડો ઉગામીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે ર૦૧૩ થી રીન્યુ નહીં થયેલ આ જીએચસીએલ કંપનીની જમીન એવુ તે શુ થયું કે તાત્કાલિક ૩૦ વર્ષના પટ્ટે સરકારે રીન્યુ કરી દીધી કે પછી આમાં કાંઈ સાચા-ખોટું થયું છે ? તેવો વેધક સવાલો લોકોમાંથી ઉઠીર હેલ છે અને આમાં મોટુંક ૌભાંડ હોવાનું અને આ સમગ્ર લીઝ રીન્યુ પ્રકરણ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાંથી ઉઠેલ છે. અને આ અંગેની ફરિયાદ તકેદારી આયોગમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Previous articleરાણપુર પોલીટેકનીક કોલેજમાં નમો ટેબલેટનું વિતરણ કરાયું
Next articleવાટલીયા ગામે વાડી વિસ્તારમાંથી દિપડી બાદ દિપડો પાંજરે પુરાયો