રોટરી ક્લબ ઓફ દહેગામ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

659

રોટરી કલબ ઓફ દહેગામ દ્વારા ગાંધીનગર રોડ પર આવેલા રોટરી હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દહેગામ શહેર ભાજપ પ્રમુખ નાગજીભાઇ રબારી, રોટરી કલબના પ્રમુખ નરેશભાઇ પટેલ, સેક્રેટરી ચીલકેશભાઇ પટેલ, ડો. બિપીનભાઇ શાહ, તુલસીભાઇ પટેલ સહિતના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી કલબના સભ્ય અને વિન્સ ચેરમેન યોગેન્દ્રભાઇ શર્માની દહેગામ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

 

Previous articleકલોલ પંચાલ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો
Next articleસ્વચ્છ ભારત સાયકલ યાત્રા ગાંધીનગરમાં પ્રવેશી