હવે જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ  હાલ રોકી દેવાઇ : અહેવાલ

1322

રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. ત્ ોની હવે ડ્રાઇવ નામની ફિલ્મ છે. ફિલ્મના નિર્માણ પર મોટા ભાગનુ કામ પૂર્ણ થઇ ગયુ હોવા છતાં ફિલ્મની રજૂઆત રોકી દેવામાં આવતા જેક્લીનના ચાહકો નિરાશ છે. પહેલા આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રજૂ કરવાની યોજના હતી. તેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત મુખ્ય રોલ કરી રહ્યો છે. ફિલ્મ ભરપુર એક્શનથી ભરેલી રહેશે. બન્નેની જોડી પણ પ્રથમ વખત સાથે આવી રહી છે. જેક્લીનની સલમાન સાથેની ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ભારે ધુમ મચાવી ચુકી છે. આ ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ અને અનિલ કપુરની પણ ભૂમિકા હતી.  જેકલીન પણ બોલિવુડના અન્ય કલાકારોની જેમ સલમાનની સાથે સારા સંબંધના કારણે સતત સફળતા હાંસલ કરી રહી છે. દબંગ સ્ટારના કારણે સતત સફળતા હાસલ કરીને તે આજે નંબર વનની રેસમાં દેખાય છે. ડેઝી શાહ પણ સલમાન સાથે સારા સંબંધ ધરાવે છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા પહેલાથી જ હોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે જેક્લીન પણ એન્ટ્રી કરી રહી છે. જેક્લીન બોલિવુડમાં હાલ સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવી છે.  બોલિવુડમાં પોતાના ગ્લેમરના કારણે ખાસ ખાસ ચર્ચા જગાવી ચુકેલી જેક્લીન હવે હોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. જેક્લીન લોકપ્રિયતાના મામલે અન્ય અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસારા અલી ખાન અભિનીત ’કેદારનાથ’ પ્રથમ દિવસે કરી ૭.૨૫ કરોડની કમાણી!