સંજય દત્તે ’શમશેરા’નું શૂટિંગ શરૂ કયુ

773

સિનિયર અભિનેતા સંજય દત્તે યશ રાજની આગામી ફિલ્મ શમશેરાનું પોતાને ભાગે આવતા હિસ્સાનું શૂટિંગ શરૃ કર્યું હોવાની માહિતી મલી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તો રણબીર કપૂર કરવાનો છે. પરંતુ હાલ રણબીર પોતાની કરણ જોહર નિર્મિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે. આ ફિલ્મ ભારતીય સુપરહીરોને રજૂ કરતી ટ્રિલોજીનો પહેલો હિસ્સો છે. સાથોસાથ રણબીર અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા પોતાના પિતા સિનિયર અભિનેતા રિશિ કપૂરની તબિયતના સમાચારથી વાકેફ રહે છે. એટલે શમશેરાના આ શિડયુલમાં રણબીર કપૂરની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી. પરંતુ એની નિકટનાં સૂત્રોએ કહ્યું કે ટૂંક સમયમાં રણબીર પણ શમશેરાના શૂટિંગ માટે હાજર થશે. મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટિમાં આ ફિલ્મ માટે એક ખાસ કિલ્લાનો ભવ્ય સેટ ઊભો કરાયો છે. ત્યાં શૂટિંગનો આરંભ થયો હતોર્.ં

Previous articleસારા અલી ખાન અભિનીત ’કેદારનાથ’ પ્રથમ દિવસે કરી ૭.૨૫ કરોડની કમાણી!
Next articleહા, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચ થાય છેઃ કરણ જોહર