બે બે આત્માના કલ્યાણ કર્યા માટે આજનો દિવસ ગુજરાત માટે આનંદનો દિવસઃ રૂપાણી

819

નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં આજે બે મુમુક્ષો ઉપાસના શેઠ અને આરાધના ડેલીવાળાનો રેસકોર્સના મેદાનમાં દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરાધના પર કમાન પડતા માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રેસકોર્સના મેદાનમાં યોજાયેલા દીક્ષા મહોત્સવમાં વિજય રૂપાણી, તેના પત્ની અંજલીબેન સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મોક્ષ પ્રાપ્તિ માટેનો આ પ્રયાણ છે.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બે બે આત્માના કલ્યાણ કર્યા માટે આજનો દિવસ ગુજરાત માટે આનંદનો દિવસ છે. મારે એમના આશિર્વાદ લેવાના છે. ભગવાન મહાવીરે રાજમહેલો છોડી દીધા હતા, માત્ર મોક્ષ પ્રાપ્તિ માટેનો આ પ્રયાણ છે. આજના કળયુગમાં આ પ્રકારના ભાવ ગુરૂદેવના આશિર્વાદથી અપનાવ્યો છે. આજે પણ યુવાનો કરિયર પાછળ ગાંડા છે, સ્વાર્થનો વિચાર કરનાર લોકો છે. સંસારમાં રહીને પણ ઘણી બધી વસ્તુ છોડી શકાય છે. આજે બંને મુમુક્ષો બહેનોની આંખોમાં આંસુ હતા તે બતાવે છે કે સંસાર છોડવાની તત્પરતા જોવા મળે છે. સમાજને સંસ્કારી બનાવ્યા માટે ગુજરાત અહિંસક છે.

આજે સવારે ૭.૩૦ કલાકે દીક્ષાર્થીઓના સંસારને અલવિદા કરતી મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ બહુમાળીભવન પાછળ, આદિત્ય પ્લસ એપાર્ટમેન્ટ ગૌતમભાઇ નવીનચંદ્ર પટેલના નિવાસ સ્થાનથી સંયમ સમવશરણ કરવામાં આવ્યો હતો અને રેસકોર્સ મેદાન ખાતે વિરામ પામ્યો હતો.

Previous articleત્રણ મહિના બાદ અલ્પેશ કથીરિયા જેલમુક્તઃ પાટીદારોનું શક્તિપ્રદર્શન, સરકાર ટેન્શનમાં..!!?
Next articleઅઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ ૮૦૦ કિલોની ભગવત્‌ ગીતા