વલભીપુર ખાતે પાટીવાડા વિસ્તાર ખાતે નવી તળપદા કોળી સમાજની વાડી નવનિર્માણ પામેલ છે. જે ટુંકાગાળામાં ખુબ મોટી વાડી બનાવવામાં વલભીપુરના પળદા કોળી સમાજને સફળતા મળેલ છે. જેમાં યુવા ટીમ તથા જ્ઞાતિનું સંગઠન રાત-દિવસ એક ફરી સમગ્ર વાડી કાર્યરત કરેલ હોયજેનું વલભીપુર પાટીવાડા વીસ્તાર ખાતે નવનિર્માણ પામેલ તળપદા કોળી સમાની વાડીનો ઉદ્દઘાટન સમારોહ તથા હવન સાથે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરેલ હતું. તેમજ આ ઉદ્દઘાટન સમારોહમાં દાતાશ્રીઓ તથા પાટીવાડા તળપદા કોળી સમાજના યુવા ટીમનું પ્રમુખ કાવાભાઈ જે. બારૈયાએ અભાર વ્યકત કરી તમામનું સન્માન કરેલ હતું અને આ જ્ઞાતિની વાડીમાં તમામ સુવિધાસભર અને યોગ્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલ છે. જે સમારોહ બાદ જ્ઞાતિના તથા અન્ય સમાજ માટે આ વિશાળ નવ નિર્માણ પામેલ વાડી ખુલ્લી મુકેલ હતી. તથા હજુ અમુક કામગીરી બાકી હોય તો સમાજના દાતાઓને તળપદા કોળી સમાજના પ્રમુખ કાવાભાઈ જે. બારૈયા તમામને તન-મન-ધનથી સહકાર આપવા પણ અનુરોધ કરેલ છે. જેમાં સમગ્ર તાલુકા – શહેરના જ્ઞાતિના સામાજીક, રાજકીય, આર્થિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહેલ હતાં.
















