ગાંધીનગરના નવા મહિલા મેયરની ચૂંટણી સામાન્ય સભાના અધ્યક્ષના બદલે અધિકારી દ્વારા કરાવાથી ગેરકાયદે ઠરાવીને રદ કરતી વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ અને કોર્પોરેટર પિન્કીબેન દ્વારા થયેલી અરજી ઉપરાંત કોંર્ગેસના કોર્પોરેટર અંકિત બારોટ દ્વારા કરવામાં આવેલી તેમનો મત્તાધિકાર છિનવાયા મુદ્દે અરજી હાઇકોર્ટમાં બોર્ડ પર લેવાઈ છે.
ગુરુવારે મેયર પ્રવિણભાઇ પટેલ સામેના પક્ષાંતર ધારાના ભંગ કેસની સુનાવણી થવાની વકી છે.
આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ને ધ્યાને રાખીને પાટનગરમાં માર્ગોના નવીનીકરણ અને રોડ ફર્નિચરનુ કામ હાલમાં પુરજોશમાં ચાલુ કરવામાં આવ્યુ છે


















