ઘનશ્યામનગર પ્રા.શાળાનું શાળા મ્યુઝીયમ રાષ્ટ્રીયકક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત થયું

740

એનસીઈઆરટી ન્યુ દિલ્હી આયોજિત સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદમાં યોજાયેલ નેશનલ કક્ષાના નેશનલ સાયન્સ ફેરમાં ભારતના બધા રાજયોમાંથી બાળ વૈજ્ઞાનિકોએ પોત-પોતાના પ્રોજેકટ રજુ કર્યા હતાં. જેમાં બાળકો ઈતિહાસના સ્ત્રોતો વિશે જાણ તેવા હેતુથી ભાવનગર તાલુકાની ઘનશ્યામનગર પ્રા.શાળાનું શાળા મ્યુઝિયમનું પ્રદર્શન પણ રજુ થયેલ.

જેમાં બાળકો વિવિધ ચલણી સિક્કાઓ- જેવા કે ઐતિહાસિક સિંક્કાઓ- મુઘલ સલ્તનતના સિક્કાઓ, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિક્કાઓ, બ્રીટીશ શાસન દરમિયાના સિક્કાઓ, દેશી રજવાડાના સિક્કાઓ, રાણી સિક્કા, આના, પાઈ, પૈસો, કાણાવાળો પૈસો, ઢબુ, દોકડો, રાતી પાઈ વગેરે તેમજ સ્વતંત્ર ભારતના પ્રથમ સિક્કાઓ, સિક્કાનો વિકાસક્રમ, સિક્કાનીવિવિધતા, વિદેશી સિક્કા વગેરે તેમજ વિવિધ ચલણી નોટો, ભારતીય ટપાલ ટિકિટો, વિવિધ ભાષાના વર્તમાનપત્રો, વિવિધ વનસ્પતિના પર્ણો (૪૩પ વનસ્પતિના પર્ણો), વનસ્પતિના બીજ (ર૧પ પ્રકારના બીજ), પક્ષીઓના પંછા (૬૦ પીંછા), વૈજ્ઞાનિકોના ફોટાઓ, હસતા-રમતા વાંચના શીખીએ (શબ્દ ચાર્ટ) વગેરે પ્રદર્શિત કરેલ. શાળાના બાળવૈજ્ઞાનિકો ગોહિલ પ્રિતેશ હર્ષદભાઈ અને મકવાણા વીશાલ સગરામભાઈએ શાળા મ્યુઝિય્મની સવિસ્તાર માહિતી આપેલ. બધી વસ્તુઓનો સંગ્રહ કરનાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણા અને રોહિતભાઈ બાટીયાએ માર્ગદર્શન પુરૂ પાડેલ. શાળાના આચાર્ય હર્ષાબેન પંડયાએ પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડેલ.