વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે પ્રદર્શન

1269

હોબી સેન્ટર-ભાવનગર દ્વારા આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિન નિમિત્તે ફોટોગ્રાફ્સનું પ્રદર્શન દિપક મેમોરીયલ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬૦ કલાકારોના ૩૧ર ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ગુજરાતભરમાંથી ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. પ્રદર્શનને સફળ બનાવવા જય બારડ, પ્રણવ અંધારીયા, ભૌમિક અંધારિયા, કોમલભાઈ રાઠોડ, પાર્થ આચાર્ય વિગેરેએ જહેમત ઉઠાવી હતી.