પીપાવાવ ગામે કોળી સમાજની જમીન ન છીનવાય તેવી માંગ સાથે આવેદન અપાયું

874

પીપાવાવ જમીન આંદોલન કરનાર રાજકિય રંગ આપી કોળી સમાજને ઉંધે રવાડે ચડાવનાર સામે કોળી સમાજની આંખ ઉઘડી બહોળી સંખ્યામાં કોળી સમાજના ખેડૂતો બહોળી સંખ્યામાં કોળી સમાજની મહિલાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને જાગો કોળી સમાજ જાગોના નારા સાથે ગૌતમભાઈ ગુજરીયા, રણછોડભાઈ મકવાણા દ્વારા આવેદનપત્ર અપાયું.

પીપાવાવ જમીન મુક્તિ આંદોલન પ્રથમ વ્યાજબી હતું પણ ધીરે ધીરે રાજકિય રંગ લગાડી હીરાભાઈ સોલંકી હાય હાયના નારા લગાવી ખોટી રીતે બદનામ કરી પોતે રાજકિય જશ ખાટવા પીપાવાવ ગામની આજુબાજુના ૪ થી પ ગામની ભોળી જનતાને કહેલ કે જીએચસીએલ અને રાજકિય વગ ધરાવતા લોકો પાસેથી જમીન છોડાવી તમોને અપાવી દઈશું. ભોળી જનતાને ઈ કયા ખબર હતી કે, સરકારી જમીન એક વખત લીઝથી અપાઈ ગઈ હોય એને ફેરવવા વર્ષોના વર્ષો કાનુની કાર્યવાહીથી સમય લાગતો હોય છે અને તેનો કોર્ટ દ્વારા કેટલા વર્ષે નિકાલ ઉકેલ આવે તેથી અજાણ કોળી સમાજના લોકોને ડેપ્યુટી કલેક્ટર કચેરી સામે તંબુ નાખી રોજેરોજ નતનવા રાજકિય ભાજપ વિરોધ લોકોના ભાષણો ૪ર દિવસ સુધી ચાલ્યું અને જ્યારે સરકારી નિયમનો જ્યારે આ ભોળી જનતાને ખબર પડી ત્યારે એનો એ જ કોળી સમાજના ખેડૂતો કોળી સમાજના ગરીબ મજુરોએ આવા ધતીંગડા રાજકિય લોકો કાઈ જમીન અપાવી દેવાની ખોટી જાહેરાતોના ભ્રમમાં અમોએ અમારી કાયમ ચાલતી મજુરી પાડી રોજેરોજ કલેક્ટર કચેરીએ બેઠા અને હવે તમામ કોળી સમાજની આંખ ઉઘડી અને અડધી રાતનો કોળી સમાજનો હોંકારો કોળી સમાજના સેવાકિય ભાજપના હીરાભાઈ સોલંકીને ભુલી ગયા પણ હવે કોળી સમાજની આંખ ઉઘડી છે અને કોળી સમાજના ભેરાઈના દેવપરાના કોળી સમાજના અગ્રણી ગૌતમભાઈ ગુજરીયા અને કોળી સમાજના રણછોડભાઈ મકવાણા, કાનજી આતા સરપંચ ચાંચ, વિક્રમભાઈ શિયાળ સરપંચ વિસળીયા, રામજીભાઈ ગુજરીયા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ અને કોળી સમાજના આગેવાનોના જાગો કોળી સમાજ જાગોના નારા સાથે ડેપ્યુટી કલેક્ટર ડાભીને અપાયું આવેદનપત્ર અને સ્પષ્ટ શબ્દોમાં લખાયું કે, અમો ગરીબી રેખા નીચે મજુરી કરીને અમોને ફાળવેલ વર્ષો પહેલાના જમીનમાં રોજીરોટી મેળવીએ છીએ તે જમીન અમારી પાસેથી આંચકી મોટા માથાઓને જો આપી દેવાશે તો અમો ગરીબોને ગામ મુકી હીજરત કરવી પડશે અને અમો રાજકિય કિન્નાખોરીનો ભોગ બની ગયા છીએ તેવું અમોને દેખાય છે માટે રાજકિય ખોટા લોકોને અમો હવે ઓળખી ગયા છીએ તે વાત એક બાજુ મુકી સમાજની વાત સમાજના આગેવાનો ઉકેલશે પણ અમારી રોજીરોટી ન છીનવાય તેવું ઘટતું કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ જિલ્લા કલેક્ટરને ડેપ્યુટી કલેક્ટર ડાભીને આવેદનપત્ર અપાયું હતું.

Previous articleનાની રાજસ્થળી કે.વ.શાળામાં મિશન વિદ્યા પ્રોજેકટને સફળતા
Next articleવિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે પ્રદર્શન