પ્રથમ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડના જંગી સ્કોર સામે બીજા દાવમાં શ્રીલંકા ૨૦/૩

940

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કિવી ટીમે મેચમાં તેની પકડ મજબૂત કરી લીધી છે અને શ્રીલંકા પર ઈનિંગથી પરાજયનું સંકટ છે. શ્રીલંકાના પ્રથમ ઈનિંગમાં ૨૮૨ના જવાબમાં ન્યૂઝીલેન્ડના ટોમ લૈથમની રેકોર્ડ બેવડી સદીની મદદથી ૫૭૮ રન બનાવ્યા અને ૨૯૬ રનની લીડ મેળવી હતી. જવાબમાં ત્રીજા દિવસે સ્ટંપ્સ સમય સુધી શ્રીલંકાએ માત્ર ૨૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી અને હજુ તે ૨૭૬ રન પાછળ છે. ટોમ લૈથમે ૨૬૪ રનની અણનમ ઈનિંગ રમી અને આ કોઈપણ ઓપનિંગ બેટ્‌સમેનના બેટ કેરી કરતા એક ઈનિંગમાં સૌથી વધુ રનનો વિશ્વ રેકોર્ડ છે. બીજા દિવસના સ્કોર ૩૧૧/૨થી આગળ રતમા ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ ૫૭૮ રને સમાપ્ત થઈ હતી. ટોસ ટેલર (૫૦) તેના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો, પરંતુ ત્યારબાદ ટોમ લૈથમે ચોથી વિકેટ માટે હેનરી નિકોલ્સ (૫૦)ની સાથે ૧૧૪ અને છઠ્ઠી વિકેટ માટે કોલિન ડી ગ્રૈંડહોમ (૪૯)ની સાથે ૭૩ રનની ભાગીદારી કરી હતી.

Previous articleએમજાંસી સુપર લીગઃ જોઝી સ્ટાર્સે કેપટાઉન બ્લિટ્‌ઝને હરાવ્યું
Next articleગ્લેનમાર્ક અને આઈજીડી દ્વારા પ્રોજેક્ટ કવચ હેલ્ધી ચિલ્ડ્રન, હેલ્ધીયર વર્લ્ડની રાજ્યમાં રજૂઆત